ભરણપોષણ કેસ માં પત્ની ને જ ૬ વર્ષ ની જેલ
પતિ સામે પત્ની એ કરેલ ભારણપોસણ અરજી માં ખોટું સોગંદનામું રજુ કરતા, તેમજ સોગંદ પર ખોટા પુરાવા આપતા પતિ યોગેશકુમાર એલ .જોશી એ નામદાર અમરેલી કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી, જેમાં કોર્ટ ખુદ ફરિયાદી બનેલ અને નામદાર કોર્ટ દ્વારા ૬ વર્ષ જેલ તેમજ રૂ.૧૦ હજાર નો દંડ ફરકારતો હુકમ કર્યો છે.
માહિતી અનુસાર જાણવા મળેલ કે અમરેલી ની ફોર્થ એડિશનલ ચીફ જ્યુડી. મેજી .સાહેબની કોર્ટ માં જ્યોતિબેન માઢક દ્વારા સીઆરપીસી ની કલમ-૧૨૭ અન્વયે ભરણપોષણ વધારવાની અરજી કરી હતી.જ્યોતિબેન માઢક દ્વારા ખોટા પુરાવાઓ આપેલ અને ખોટું સોગંદનામું રજુ કરેલ હોય તેમની સામે આઈ .પી.સી. ની કલમ -૧૯૩, ૧૯૯, ૨૦૦ અન્વયે નામદાર કોર્ટ દ્વારા જ્યોતિબેન ભાઈલાલભાઈ માઢક પર રજિસ્ટ્રાર શ્રી ને ફરિયાદ બનવાનો હુકમ કરવામાં આવેલ જે હુકમ વિરુદ્ધ જ્યોતિબેન દ્વારા અમરેલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ માં અપીલ માં ગયેલા, તે અપીલ નામદાર કોર્ટે રદ્દ કરતા હાઇકોર્ટ માં ગયેલ.
ત્યાં પણ જ્યોતિબેન ને તેમની અપીલ પરત ખેંચી લેવી પડેલ, ત્યારબાદ અમરેલી ના ચીફ કોર્ટ ના રજિસ્ટ્રાર જે જે પરમાર ફોજદાર ફરિયાદી નંબર ૬૬૮/૨૦૧૪ થી ફરિયાદ બનેલ જે ફરિયાદ માં બધા પુરાવાઓ લેવાઈ ગયા બાદ આરોપી જ્યોતિબેન ને નામદાર કોર્ટ દવારા આઈ .સી. પી કલમ -૧૯૩ અન્વયે ૩ વર્ષ ની સખત કેદ ની તેમજ આઈ.પી.સી. કલમ -૧૯૯ અન્વયે ૩ વર્ષ ની સખત કેદની સજાનો હુકુમ ફરમાવેલ છે અને રૂ ૧૦ હજાર નો દંડ કરવામાં આવેલ છે. જો દંડ ન ભારે તો ૬ મહિના ની અલગ થી સજા કરવાનો પણ હુકમ કર્યો છે.
આ હુકમ સામે આરોપી જ્યોતિબેન તરફે જામીન અરજી રજૂ કરતા નામદાર અદાલતે જામીન અરજી ફગાવી દીધી છે અને જેલ મોકલી આપવાનો હુકુમ ફરમાવેલ છે. આ કામ માં નામદાર અદાલત તરફે સરકારી વકીલ શ્રી અમિતભાઇ ભડલીયા, શ્રી જી.આર.ભાટકીયા અને કોર્ટ ના સાક્ષી તરીકે જ્યોતિબેન ના પતિ રોકાયેલ હતા.