Saturday, May 16, 2020
Home > Gujarat > અપના કામ બનતાં  ભાડમે જાયે જનતા

અપના કામ બનતાં  ભાડમે જાયે જનતા

અપના કામ બનતાં  ભાડમે જાયે જનતા

ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ : સાથે મળીને લીધો જંગી પગાર વધારો : વર્ષે 10 કરો|ડ રૂપિયાનો બોઝ

અમદાવાદ : રોજબરોજ વધી રહેલા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારાથી સામાન્ય જનતાથી લઈને વેપારી વર્ગ ત્રાહિમામ પોકારી ગયો છે. બીજી બાજુ દેશના અનેક રાજ્યોમાં પૂર પ્ર્કોપથી જગતનો તાત ખેડૂત પણ હેરાન પરેશાન છે. જે અંગે કેન્દ્રની મોદી સરકાર સામે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન પણ કરી રહી ચ્હે છે. પરંતુ ગુજરાત વિધાનસભામાં બુધવારે બંને પક્ષોના ધારાસભ્યોએ ભાઈ ભાઈ બનીને જંગી પગાર વધારો મંજૂર કરાવી દીઘો છે.

ચોમાસુ સત્રના બીજા દિવસે મગફળી કૌભાંડ કે પછી ખેડૂતોની સમસ્યા કે રોજ વધી રહેલા પેટ્રોલ ડીઝલ વધારાથી વધતી જતી મોંધવારી સામે સામાન્ય લોકોને રાહત આપવાના બદલે ધારાસભ્યોના પગારમા વધારો કરવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને કોઈ પણ પ્રકારના વિરોધ વચ્ચે ભાજપ સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ મંજૂર કરી દીઘું હતું.જેના કારણે વર્ષે ગુજરાતની જનતા પર વાર્ષિક કરોડો રૂપિયાનો બોઝ પડશે

ગૃહમાં મંજૂર કરાયેલ બિલ અનુસાર પગાર વધારો 22-12-2017 થી અમલી બનશે. ધારાસભ્યોનું દૈનિક ભથ્થું 200 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે ધારાસભ્યોના પગાર 70727 થી વધીને 1,16,316 રૂપિયા થઈ ગયો છે.  આ ઉપરાંત મંત્રીઓ અને વિપક્ષ નેતાના પગારમાં 45616 રૂપિયાનો વધારો કરાયો છે. હવે તેમને 1,32,000 રૂપિયા પગાર મળશે. છેલ્લે 2005માં પગાર વધારો કરવામાં આવ્યો હતો.

અત્રે  એ ઉલ્લેખનીય છે કે કેશુભાઈ પટેલના શાસન વખતે પગાર વધારો કરવાનું બિલ લાવવામાં આવ્યું હતું. ત્યારે તત્કાલિન ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ પગાર વધારો લેવાનો ઇનકાર કર્યો હતો. જો કે તેમણે બિલના વિરોધમાં મતદાન કરવાના બદલે ગેરહાજર રહેવાનુ પસંદ કર્યું હતું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કયા ધારાસભ્ય આ બિલનો વિરોધ કરે છે કે પછી અપના કામ બનતાં ભાડમે જાયે જનતાનો મંત્ર અપનાવે છે.

One thought on “અપના કામ બનતાં  ભાડમે જાયે જનતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *