SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
વિધાનસભામાં કોણ બોલે છે ?
ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર ૨૭ દિવસ માટે મળ્યું હતું. જેમાં ૧૨૭ કલાક ને ૪૩ મિનિટ સુધી કામકાજ થયું.જેમાં વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી.મંત્રીશ્રીઓ તેમજ વિપક્ષના નેતા સિવાય ક્યાં જનપ્રતિનિધિઓ કેટલું બોલ્યા અને ક્યાં વિષય પર બોલ્યા તે જાણવું જરૂરી છે.
૨૩ ધારાસભ્યો ૨૭ દિવસના સત્રમાં એક પણ શબ્દ બોલ્યા નથી.જેમાં મંત્રી રમણલાલ પાટકર,કિશોરભાઈ કાનાણી, પુરસોત્તમ સોલંકી જેવા રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે.એક પણ શબ્દ ન બોલનારા ધારાસભ્યોના વિસ્તારમાં કોઈ સમસ્યા જ નથી કે શું ? અથવા તો સરકાર બધું બરાબર કરે છે એવું તેવો મને છે.
પૂંજાભાઈ વંશ ૩૧ વાર ચર્ચામાં ભાગ લઈ બોલ્યા,જેમાં ૫ વખત સરકારી વિદ્યયકો પર, ૯ વખત અંદાજપત્ર પર, ૧ વાર રાજ્યપાલના સંબોધન પરના પ્રસ્તાવ પર,૧૬ વખત અન્ય બાબતો પર તો ડો અનિલ જોશીયાર ૧૭ વખત ડો સી જે ચાવડા ૧૮ વખત, નૌશાદ સોલંકી અને બ્રિજેશ મેરજા ૧૬ વખત બોલ્યા.કુંવરજી બાવડીયા સરકારમાં નોહતા ત્યારે ૧૩ વખત બોલ્યા હવે મંત્રી છે, આગામી સત્રમાં જોવું પડશે એ કેવું બોલે છે,કેટલું બોલે છે.
નવનિશાળીયા ગણાતા વિદ્યાર્થીઓ હિતુ કનોડિયા ૬ વખત બોલ્યા, ૧ વાર સરકારી વિધયક પર, ૪ વખત અંદાજપત્ર પર, તો ૧ વાર બિન સરકારી સંકલ્પ પર.
લોકઆંદોલનના નેતા બની વિધાનસભા ગયેલા ને ખૂબ સભાઓ ગજવતા અલ્પેશ ઠાકોર ૯ વખત બોલ્યા ને તમને જાણીને નવાઈ લાગે તો નવાઈ નહિ દલિત નેતા જીગ્નેશ મેવાણી માત્ર ૧ વખત બોલ્યા.જેની દલિત સમાજે ગંભીર નોંધ લેવી જોઈએ.
આપણા જનપ્રતિનિધિઓ જ્યારે વિધાનસભા જાય ને તેમની પાસે ચર્ચા માટેના પ્રશ્નો ન હોય તો શું સમજવું ? તેમના વિસ્તારમાં કોઈ સમસ્યાજ નથી ? કા સરકારની કામગીરી યોગ્ય છે ?