Friday, October 23, 2020
Home > Gujarat > વિધાનસભામાં પ્રશ્ન ન પૂછીએ તો ક્યાં પૂછીએ…

વિધાનસભામાં પ્રશ્ન ન પૂછીએ તો ક્યાં પૂછીએ…

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora

વિધાનસભામાં પ્રશ્ન ન પૂછીએ તો ક્યાં પૂછીએ…

લોકશાહી એટલે લોકોની,લોકો માટે ને લોકોવડે ચાલતી સરકાર.આપણા ભવ્ય બંધારણમાં પણ “અમે ભારતના નાગરિકો” શબ્દથી શરૂઆત થઈ છે.આપણાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ વિધાનસભાઓમાં વિસ્તારના અને રાજ્યના લોકકલ્યાણના કામો માટે તેમજ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રશ્નો પૂછે છે ને જે તે સરકાર તેના ઉત્તર આપે છે.
ગુજરાત સરકારની ચૌદમી વિધાનસભાનું પ્રથમ સત્ર તા ૧૯ ફેબ્રુઆરી થી ૨૮માર્ચ સુધી ૨૭ દિવસ માટે મળ્યું હતું.જેમાં કુલ ૨૯ બેઠકો થઈ,સમગ્ર ૨૭ દિવસ દરમિયાન વિકાસશીલ સરકારે ૧૨૭ કલાક અને ૪૩ મિનિટ કામ કર્યું. વિધાનસભાના શૂન્યકાળમાં પ્રશ્નોતરી થાય છે.જે માટે ૨૭ દિવસમાં કુલ ૨૫ કલાક ને ૪૯ મિનિટ ખર્ચ્યા. છતાં જવાબ કેટલાના, કેવા મળ્યા છે તે જોવું વધુ રસપ્રદ છે.
વિધાનસભામાં જો કોઈ ધારાસભ્યે કોઈ બાબત પર પ્રશ્ન પૂછવો હોય તો તેણે સત્ર પૂર્વે પ્રશ્ન લખીને આપવો પડે છે. ગુજરાત વિધાનસભાના આ પ્રથમ સત્રમાં કુલ ૧૦૪૭૦ પ્રશ્નો મળ્યા,જેમાંથી ૭૬૧૩ તારાંકીત પ્રશ્નો તરીકે દાખલ થયા. ૨૪૭૦ પ્રશ્નો ને દાખલ કરવા દેવામાં ન આવ્યા ? અને તારાંકીતમાંથી અતારાંકીત તરીકે ૧૦૭ પ્રશ્નો થયા.ને ૭૩ પ્રશ્નો વિષય બહારના હોવાથી સભ્યશ્રીએ પાછા ખેંચ્યા.બીજા ૬૨ પ્રશ્નો પણ રદ થયા.હવે વિચાર કરો આટલા પ્રશ્નો આવ્યા,ગયા,રદ થયા, ને તમને જાણીને નવાઈ લાગશે કે ૭૬૧૩ પ્રશ્નોમાંથી ગૃહમાં માત્ર ને માત્ર ૧૫૩ પ્રશ્નોનો જવાબ આપ્યો…..
કૃષિમેળા,ખેડૂત કલ્યાણની વાત કરતી સરકારે.કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પર ૧૨૫૫ માંથી ૬૯૧ તારાંકીત પ્રશ્નો તરીકે દાખલ કર્યા.૨૧ પ્રશ્નો રદ કર્યા, ૫૩૮ પ્રશ્નો તો ચર્ચામાંજ ન આવ્યા ને ગૃહે માત્ર ૧૭ નો જવાબ આપ્યો..
સર્વશિક્ષા અભિયાન, ભણે ગુજરાત, શાળા પ્રવેશ મહોત્સવ કરતી સરકારે શિક્ષણ વિભાગ પર આવેલા ૬૨૨ પ્રશ્નોમાંથી ૪૨૩ ને તારાંકીત તરીકે સ્વીકાર્યા અને ૩૮ પ્રશ્નો રદ કર્યો. ૨૧ પ્રશ્નોને તારાંકીતમાંથી અતારાંકિત કર્યા. છતાં ગુજરાતની જનતાને શિક્ષણ પર ૧૫ પ્રશ્નોના જવાબ ગૃહમાં મળ્યા છે. લો ભણે ગુજરાત…
ગુજરાતના ગૃહવિભાગ પર લગભગ ૭૫૦ પ્રશ્નો પૂછ્યા જેમાંથી ૬૩૦ ને તારાંકિત તરીકે દાખલ કર્યા. ૮૫ દાખલ ન થઈ શક્યા ને માન્ય મંત્રીશ્રીએ ૨૭ પ્રશ્નો રદ કર્યા, ૭ પ્રશ્નો સભ્યોએ પાછા ખેંચ્યા તો ૧ પ્રશ્ન મુદત બહારનો હોવાથી રદ થયો.ગુજરાતના ગૃહવિભાગની સફળ કામગીરી તો જુઓ.માત્ર ૧૪ પ્રશ્નોના જવાબ મંત્રીશ્રીએ આપ્યા છે.
હવે આપણી વેદનાના પ્રશ્નો વિધાનસભામાં ન પૂછીએ તો ક્યાં પૂછીએ..ને સરકાર જવાબ ન આપે તો ક્યાં જઈએ..જનપ્રતિનિધિઓ ચૂંટીને મોકલીએ જે ન મોકલીએ..
પારદર્શીને કલ્યાણ રાજ્યની સરકાર ક્યાં ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *