SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
વકીલોની વેલફેર ફી પર વિવાદ..
ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આજે વેલફેર રિન્યુઅલ ફી મુદ્દે એક અલગ નીતિ દાખલ કરી છે.
આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની દિપેન દવે ની અધ્યકક્ષતા હેઠળ મળેલી એડમિનિસ્ટ્રેટીવ કમિટી ની મિટિંગ માં અગાઉની મિટિંગ માં એક વર્ષ માટે ની રિન્યુઅલ વેલફેર ફી રૂ.2500/- નક્કી કરેલી તેમાં આજ રોજ ફેરફાર કરેલ છે. જે નીચે મુજબ છે.
1.જુનિયર વકીલોને કે જેને વકીલાત માં 5 વર્ષ પુરા થયાં ના હોય તેમને વાર્ષિક રૂ.1000/- રિન્યુઅલ વેલફેર ફી ચુકવવા ની રહેશે.
2. જે વકીલો ને 6 વર્ષ થી લઈને 15 વર્ષ સુધી ની પ્રેકટીસ થઈ હોઈ તેઓને વાર્ષિક રૂ.1500/- રિન્યુઅલ વેલફેર ફી ચુકવવા ની રહેશે.
3.જે વકીલો ને 15 વર્ષ થી લઈને 20 વર્ષ સુધી ની પ્રેકટીસ થઈ હોઈ તેઓને વાર્ષિક રૂ.2000/- રિન્યુઅલ વેલફેર ફી ચુકવવા ની રહેશે.
4.જે વકીલો ને 20 વર્ષ ઉપર પ્રેકટીસ થઈ હોઈ તેઓને વાર્ષિક રૂ.2500/- વેલફેર રિન્યુઅલ ફી ચુકવવા ની રહેશે.
અત્રે એ નોંધનીય છે કે વકીલો દ્વારા અગાવ રિન્યુઅલ ફી ના વધારા બાબતે વિરોધી કરવામાં આવ્યો હતો.”જ્યારે આ બાબતે પૂર્વ પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યશ્રી ભરત ભગતના જણાવ્યા પ્રમાણે આ નિર્ણય સર્વસંમતિથી બોર્ડમાં લેવાવો જોઈએ.” તો અમદાવાદ મેટ્રોકોર્ટના વિદ્વાન ધારાશાસ્ત્રી શમશાદખાન પઠાણ જણાવે છે કે આ વધારો કોઈ પણ રીતે વ્યાજબી નથી.રાજ્ય સરકાર વકીલો પાસેથી અલગ અલગ પ્રકારે કર લે છે તો વકીલોના વેલફેર બાબતે સરકાર શુ કરવા માંગે છે,તેવો વેધક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે.