Sunday, November 1, 2020
Home > Ahmedabad > ઉત્તર ઝોનના સીટી સિવિક સેન્ટરમાં બેઠેલા અક્કલ વગરના કર્મચારીઓ…

ઉત્તર ઝોનના સીટી સિવિક સેન્ટરમાં બેઠેલા અક્કલ વગરના કર્મચારીઓ…

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora

ઉત્તર ઝોનના સીટી સિવિક સેન્ટરમાં બેઠેલા અક્કલ વગરના કર્મચારીઓ…

અમદાવાદ શહેરના તમામ ઝોન તેમજ વૉડમાં સીટી સિવિક સેન્ટર બનાવવામાં આવ્યા છે જ્યાં શહેરના નાગરિક જન્મ,મરણ,ટેક્સની વિગતો મેળવી શકે, ફી ભરી શકે તેમજ RTI કરી શકે.સીટી સિવિક સેન્ટર RTI ની ફી લઈ જે તે વિભાગમાં રવાના કરી શકે છે.તમામ વિભાગ આજ પ્રમાણે કાર્ય કરે છે પરંતુ અમદાવાદ શહેરના ઉત્તર ઝોન રાજીવ ગાંધી ભવનમાં આવેલ સીટી સિવિક સેન્ટરના અક્કલ વગરના અમલદારો RTI ની અરજી બાબતે સામાન્ય નાગરિકોને ખૂબ હેરાન પરેશાન કરે છે.સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા સબીરભાઈ કહે છે કે “કૌંપોરેશનના વિભાગ સિવાયની RTI ની અરજીઓ નહિ લઇ શકાય વળી તેમના વહીવટી અધિકારી જો ઓડર કરે તો જ લેવી.આ ઉત્તર ઝોનની ઓફીસના પ્રથમ માળે વહીવટી ઓફીસ છે ત્યાંથી RTI ની અરજી સ્વીકારવાની સૂચન મળે તો જ સ્વીકારવી તેવી સૂચના અધિકારીઓ એ આપી છે
હકીકતમાં આ અક્કલ વગરના અમલદારો સામાન્ય નાગરિકોને આ રીતે હેરાન કરે છે સીટી સિવિક સેન્ટરના ઈન્ચાર્જ ભલાભાઈ રાઠોડ તેમજ નોડલ ઓફીસર મીત પટેલ પણ આ કર્મચારીઓને યોગ્ય શિક્ષણ આપતા નથી.RTI જેવા ગંભીર વિષય પર બુદ્ધિનું દેવાળું કાઢતા આવા કર્મચારીઓના કારણે નાગરિકો પરેશાની ભોગવી રહ્યા છે.ઘણા લોકો RTI ની અરજી કરવા જાય છે પરંતુ યોગ્ય માહિત ન મળતા આવા અરજદારો પાછા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *