Thursday, October 15, 2020
Home > Ahmedabad > ઉત્તર ઝોનના અધિકારીના લાલીયાવેડા -૨૦૦૯ માં નોટિસ આપી, પણ કાર્યવાહી ક્યારે ?

ઉત્તર ઝોનના અધિકારીના લાલીયાવેડા -૨૦૦૯ માં નોટિસ આપી, પણ કાર્યવાહી ક્યારે ?

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora

ઉત્તર ઝોનના અધિકારીના લાલીયાવેડા -૨૦૦૯ માં નોટિસ આપી, પણ કાર્યવાહી ક્યારે ?

અમદાવાદ મ્યુનિસિપલ કૌપોરેશનના ઉત્તર ઝોનના અધિકારીઓના લાલીયાવેડા એક પછી એક બહાર આવતા જઈ રહ્યા છે ત્યારે નિલેશ બરંડાની કામગીરી પર શંકા ઉપજે એવા કૃત્યો બહાર આવી રહ્યા છે.
૨૦૦૯માં સરસપુર વણકર વાસ-આંનદ ચોકમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ બાબતે સ્થાનિક અગ્રણીઓ દ્વારા લેખિત રજુઆતોને કારણે તા ૩/૦૬/૨૦૦૯ના રોજ આસી.ટી.ડી.ઓ એ નોટિસ કાઢી હતી અને દિન ૭ માં ગેરકાયદેસર દબાણ હટાવવાની વાત કરી હતી પરંતુ આજદિન સુધી એ ગેરકાયદેસર બાંધકામનું દબાણ હટાવવામાં આવ્યું નથી.અરજદારના જણાવ્યા પ્રમાણે કૌપોરેશનના ઉચ્ચ અધિકારીઓ સુધી આ બાબતે લેખિત ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી કેમ?
ગેરકાયદેસર બાંધકામ કરેલ ઇસમની રાજકીય વગના કારણે ૨૦૦૯થી નીકળેલ નોટિસ પર આજ દિન સુધી કાર્યવાહી કરતા નથી.ઊલટું જે આ બાબતે ફરિયાદ કરે તેના પર કૌપોરેશન દ્વારા ખોટી કાર્યવાહી કરવામાં આવે છે તેવું અરજદાર જણાવે છે.પ્રશ્ન એ થાય કે એ સમયના અધિકારી નિલેશ બરંડા કોના ઇસરે ને સહારે કામ કરતા હતા.ખાલી નોટીસો આપવા બેઠા હતા.ક્યાં રાજકીય વગથી ને દબાણથી આ કામ રોકાઈ ગયું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *