Sabka News Prashant Patel
ગુજરાત નું સૌપ્રથમ એવું ગામ જેને જ્ઞાતિઆધારીત આભડછેટ દૂર કરવા કર્યો છે લેખિત ઠરાવ.
ગાંધીનગર ના દહેગામ તાલુકા માં આવેલ રાઠોડ વાસણા ગામ માં આજ થી 3 વર્ષ પહેલાં ગ્રામપંચાયત દ્વારા બધાની સહમતી થી કરવામાં આવેલ છે ઠરાવ,
આ ગામ માં પહેલા દલિતો પ્રત્યે આભડછેટ નું પ્રમાણ વધારે હતું, ગામ માં તા-9-5-2015 થી 11-5-2015 ના રોજ નીલકંઠ મહાદેવ અને અંબાજી માતા ના પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવ માં દલિત સમાજ ના લોકો ને આમંત્રણ નહીં આપવાના કારણે અનુસુચિત જાતિ અને ગામ લોકો વચ્ચે મનદુખ થયું હતું જે બાબતે ગામના અનુસુચિત જાતિ ના લોકો એકઠા થઈ જ્ઞાતિ નિર્મૂલન સમિતિ ના નેજા હેઠડ એક આવેદનપત્ર સરકારશ્રી માં આપેલ. જેથી પોલીસ અને વહીવટી તંત્ર એકશન માં આવતા ગ્રામ પંચાયતે સભા બોલાવી બધાની સહમતી થી તા-18-5-2015 સોમવાર ના રોજ લેખિત માં ઠરાવ કરવામાં આવ્યો
ઠરાવ માં ઉલ્લેખનીય બાબતો
1-અનુસુચિત જાતિ ના વાળ કાપવા.
2- ચાની કિટલી પણ સમાન ધોરણે ચા આપવી
3-ગામની જાહેર નવરાત્રિ માં અનુસુચિત જાતિ ના લોકો ને પ્રવેશ આપી ગરબા રમવા દેવા.
4-સમગ્ર ગામ નું સ્મસાન એકજ રાખવું અને તેનું બોર્ડ બનાવવું.
5-સુપ્રીમ કોર્ટ ના નિર્દેશ મુજબ ગામ ની પ્રાથમિક શાળા માં દલિત રસોઈયા ની નિમણૂક કરવી
6-ગામના તમામ જ્ઞાતિ ના લોકોને સામાજિક કે વ્યક્તિગત પ્રસંગે બેરોકટોક ઉજવણી કરવા દેવી
ગામ માં રાખવામા આવતી અસ્પૃસ્યતા તેમજ પ્રાણપ્રતિસ્ઠા મહોત્સવ માં આમંત્રણ નહીં આપીને અનુસુચિત જાતિના લોકો નો સામાજિક બહિસ્કાર થયેલ હોવાથી, તેમજ ગામમાં ચાલતી અન્ય પ્રકારની આભડછેટ દૂર કરવાના હેતુ સાથે ગ્રામ પંચાયત વાસણા રાઠોડ મારફત નાગરિક હક રક્ષણ અધિનિયમ 2055 ની કલમ 15[8] મુજબ હવેથી આ પ્રકારના ભેદભાવ ના રાખવા તાકીદ કરે છે અને ભારત ના બંધારણ અને અસ્પૃસ્યતા નિવારણ ને ધ્યાને લઈ આ પ્રકાર ના બનાવ ના બને તેવું સર્વાનુમતે ઠરાવ કરે છે.
વધુમાં જ્ઞાતિ નિર્મૂલન સમિતિ ના પ્રમુખ અને એક્ટિવિસ્ટ સંજય પરમાર જણાવે છે કે જો ગુજરાત નું દરેક ગામ આ ગામ પાસે થી પોઝિટિવ પ્રેરણા લેય અને દરેક ગામ માં આભડછેટ મુક્ત ગામ કરવાનો લેખિત માં ઠરાવ કરી એનું પાલન કરે તો સમાજ માં એક સારો મેસેજ જશે, ભાઈચારો વધશે અને વંચિતો ને મુખ્ય પ્રવાહ માં ભેળવી શકાશે, સરકારે પણ આ દિશા માં વિચારવું જોઈએ.
Nice story
Super
Aaj Kam kharekhar birdavva layak che… Gam na tamam lokone khub khub abhinandan.. aavu game gam thay aevi apil.. Jay Bhim.. Jay Savidhan
આ ઠરાવ મને બહુજ ગમ્યો અને હું પણ માનું છું કે ભારત ના બધા જ ગામડાઓ ને આવો ઠરાવ કરવો જોઈએ