Wednesday, October 7, 2020
Home > Ahmedabad > શિક્ષકદિને પણ ગટરના ગંદા પાણી વચ્ચે ભણતા વિધાર્થીઓ

શિક્ષકદિને પણ ગટરના ગંદા પાણી વચ્ચે ભણતા વિધાર્થીઓ

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora

શિક્ષકદિને પણ ગટરના ગંદા પાણી  વચ્ચે ભણતા વિધાર્થીઓ

આજે શિક્ષકદિન, તમામ શાળાઓમાં બાળકો પોતાના ગુરુ સાથે શિક્ષણના વિવિધ કાર્યક્રમ કરતાં હોય છે. ઘણી જગ્યાએ વિધાર્થી શિક્ષક બની એક દિવસ વર્ગ નું સંચાલન કરતાં હોય છે. આજના આ પાવન દિને પણ અમદાવાદની એક શાળાના બાળકો ગટર ના ગંદા પાણી વચ્ચે શિક્ષણનું કાર્ય કરતાં જોઈ શકાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરસપૂર મ્યુનિસિપલ શાળા નંબર ૧૧-૧૨ ની આ હાલત જોઈ કોઈ પણ વ્યક્તિ બાળકોની તંદુરસ્તી બાબતે ચિંતિત થઈ જાય. ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલી આ શાળા અનિલસ્ટાર્ચ મિલ રોડ સંજયનગરની વચ્ચે આવેલ છે. જ્યાં ગરીબ મધ્યમ વર્ગના ૬૫૨ થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. વળી ત્યાં નાના બાળકો માટે આંગણવાડી પણ ચાલવામાં આવે છે.

પરંતુ આ શાળાના દરવાજાની પાસે ગટરનું ગંદુ પાણી ઉભરાઇ ને બહાર આવી રહ્યું છે.આ પરિસ્થિતી લગભગ છેલ્લા ૧ મહિનાથી છે. પાણીના ભરાવના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, શાળાના પ્રિન્સિપાલ પ્રીતિબેન મોદીએ લેખિત ફરિયાદ પણ કરી છે. છતાં કોઈ નક્કર કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી.

સ્કૂલબોર્ડના સભ્ય મનીષ સંભલપૂરા  સ્થળ પર મુલાકાત લીધી છે પરંતુ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.પ્રકાશ ગુર્જર પણ સ્કૂલ બોર્ડ સભ્ય છે. તેઓ આવિસ્તારમાં રક્ષાબંધન, બેટી બચાઓ જેવા કાર્યક્રમો કરતાં હોય છે. પરંતુ આ શાળાના બાળકોની પરિસ્થિતી જોવા ક્યારે આવશે? ઈન્ડિયા કોલોની વોર્ડ ના કાઉન્સીલર પણ અહી દેખાતા નથી. માત્ર સોશિયલ મીડિયા પર ફોટો પડાવી મુક્તા નેતાઓ સ્થળ પર જાય તો સારું. આજ વિસ્તારના કાઉન્સીલર દિનેશ શર્મા કોર્પોરેશનમાં વિપક્ષના નેતા છે. તેમના વિસ્તારની આ શાળાની હાલત માટે શું તેઓને જવાબદાર ન ગણી શકાય?.  તો ઉદ્યોગપતિ અને ઠક્કરબાપા વિધાનસભાના ધારાસભ્ય વલ્લભ કાકડિયા માત્ર પ્રવેશ મહોત્સવમાં જ શાળાઓમા હાજરી આપે છે.

શાળાની આજુબાજુ ગટરના ગંદા પાણી ભરાવાના કારણે આજુબાજુના સ્થાનિક લોકો ત્રસ્ત છે છેલ્લા ૧ મહિનાથી ભરાયેલા પાણીના કારણે ઘણા બાળકોને મલેરિયા થઈ ગયો છે. કોર્પોરેશનના ઈન્ડિયા કોલોની વોર્ડ ના મલેરિયા ખાતાના અધિકારીઓ ને દંડ કરવો જોઈએ. છેલ્લા ૧ મહિનાથી આવી હાલત હોય તો કોર્પોરેશનના અધિકારી અને સ્કૂલબોર્ડ ના અધિકારીઓની ગંભીર બેદરકારી છતી થાય છે. જે BPMC એક્ટ મુજબ ગુનેગાર છે. કારણકે રાજકારણી નેતાઓ રાજનીતિમાથી ઊંચા ન આવે પરંતુ સરકારના આ કર્મચારીઓ પોતાની ફરજના ભાગરૂપે કાર્યવાહી કરવા માટે બંધાયેલા છે.

છેલ્લા ૧ મહિનાથી આજ હાલતમાં ભણતા બાળકો આજે શિક્ષકદિને શિક્ષકો સાથે ગટરના ગંદા પાણી વચ્ચે ભણ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *