SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
સુરતની દલિત બાળકીની હત્યા પર કેન્ડલ માર્ચ કેમ નહિ ?
કવિ મેથલીશરણ ગુપ્તના શબ્દોમાં કહું તો..
અબલા જીવન હાય તેરી યહી કહાની
આચલ મેં હે દૂધ ઔર આખોમે હે પાની.
સુરતમાં બનતી એક પછી એક ઘટના સુરતની સુરત જગતના ચોકમાં બગાળી રહી છે.સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે થયું તે વાંચી કે સાંભળી ને પણ અરેટાય મચી જાય છે.ત્યારે આવા નરાધો માનવતાના શત્રુ છે.ક્રમશ બનતી આવી ઘટના નિંદનીય છે,સુરત પોલીસની શાખ દાવ પર છે.વારંવાર આવું કેમ થાય છે ? હિંમતનગર હોય કે સુરત,દિલ્હી હોય કે ખેરાલજી માસૂમ બાળાઓ પર થયેલ આવા અત્યાચારો પર કોઈ રાજનીતિ ના થવી જોઈએ.માસૂમ બાળકીઓ હસતી, રમતી ને કાલુ કાલુ બોલતી દીકરી પર જ્યારે આવા વૈષીદરીંદા પોતાના કુકર્મો આચરે છે ત્યારે માણસાઈ પણ લજ્જિત થઈ ઉઠે છે.
દિલ્હીમાં નિર્ભયા પર થયેલ ભયાનક ગેંગરેપ વખતે આખો દેશ નિર્ભયાના દોષીને સજા કરાવવા મેદાને ચઢ્યો,કેન્ડલ માર્ચની વણજાર થઈ.રાજ્યસભામાં જ્યા બચ્ચન રડી પડ્યા.પરંતુ ખેરાલજીમાં થયેલ દલિત બાળાના ગેંગરેપ વખતે ના જ્યા જી રડ્યા કે બોલ્યા.કેન્ડલ માર્ચ તો શું આ દેશના જાતિવાદી મીડિયા એ પણ નોંધ ન લીધી.ગુજરાતના ભાવનગરમાં આવેલ તળાજામાં 2015 માં 3 સગી બહેનો પર થયેલ રેપ કોને યાદ છે ? સ્ત્રી એ સ્ત્રી જ છે અને બાળા એ પણ બાળા જ છે.છતાં કહેવતો સમાનતાવાદી, સમરસતાની વારંવાર દુહાઈ દેતો ક્રાતિકારી સમાજ મૌન કેમ છે ? શુ દલિત બાળા પર થયેલ અત્યાચારની કેન્ડલ માર્ચ દલિતો જ કાઢશે ? તો પછી 12મી સદીમાં રોહિદાસ બાપુએ કહ્યું એ આજે પણ સાચું ઠરશે..
“જ્યો કેલન કે પાત મેં પાત પાત મેં પાત..
જ્યો કવીયન કી બાત મેં બાત બાત મેં બાત..
ત્યો હિન્દૂ કી જાત મેં જાત જાત મેં જાત. “