SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
સુપ્રિમકોર્ટના હડતાલ નહિ પાડવાના ચુકાદા સામે વકીલોનો વિરોધ..
સુપ્રીમકોર્ટ તાજેતરમાં આપેલા એક ચુકાદાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે 28 માર્ચે એક ચુકાદો આપ્યો હતો. કે હવેથી કોઈ પણ વકીલ પોતાના કામથી અળગા રહી નહીં શકે. અને કોઈપણ પ્રસંગમાં હડતાળ પાડી શકશે નહીં. ત્યારે આ ચુકાદાને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ટીમે વખોડી નાખ્યો છે. અને આગામી સમયમાં સુપ્રીમ કોર્ટનો ઘેરાવો કરવાની ચીમકી આપી છે.
આજે અમદાવાદ શહેરના વકીલો દ્વારા સાબરમતી ગાંધી આશ્રમે સુત્રોચાર કરી,કલેટકરશ્રી ને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.આ ચુકાદો વકીલોના મૂળભૂત અધિકારો પર સીધો જ પ્રહાર કરે છે. આથી 17 મી સપ્ટેમ્બરના રોજ બાર એસો. સાથે સંકળાયેલા તમામ વકીલોએ પોતાના મુખ્યમથક પર ભેગા થઈ સમગ્ર ગુજરાતમાં વિરોધ કર્યો હતો.