Wednesday, October 7, 2020
Home > National > લોક્સભા અધ્યક્ષ સુમિત્રા મહાજને એસસી-એસટીની તુલના કરી નાના બાળકો સાથે

લોક્સભા અધ્યક્ષ સુમિત્રા મહાજને એસસી-એસટીની તુલના કરી નાના બાળકો સાથે

લોક્સભા અધ્યક્ષ સુમિત્રા મહાજને એસસી-એસટીની તુલના કરી નાના બાળકો સાથે અનામત અંગે સુમિત્રા મહાજનનુ નિવેદન : બાળકને આપેલી ચોકલેટ તરત પરત ના લઇ શકાય. ઇન્દોર: એસસી-એસટી એક્ટની વિરોધમાં તથાકથિત સ્વર્ણ સમાજે આપેલા ભારત બંધ ફ્લોપ ગયુ છે . ત્યારે ભાજપના સાંસદ અને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને આ અંગે ટિપ્પણી કરતાં એસસી-એસટી સમુદાયની તુલના બાળકો સાથે કરી છે. તેમણે અનામત અંગે કહ્યુ હતુ કે બાળકોને આપેલી ચોકલેટ તરત પરત ના લેવાય એસસી-એસટી એક્ટમાં સુધારા સામે સવર્ણોના આક્રોશ વચ્ચે લોકસભાનાં અધ્યક્ષ સુમિત્રા મહાજને જણાવ્યું હતું કે આ કાનૂની બદલાવને લઇને રાજનીતિ કરવી જોઇએ નહીં અને તમામ રાજકીય પક્ષોએ આ વિષય અંગે સાથે બેસીને વિચાર-વિમર્શ કરવો જોઇએ. તેમણે આ અંગે ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે માની લો કે જો મેં મારા દીકરાના હાથમાં મોટી ચોકલેટ આપી હોય અને પાછળથી મને ખબર પડે કે એક વારમાં આટલી મોટી ચોકલેટ ખાવી તેના સ્વાસ્થ્ય માટે સારી નથી અને તેમ છતાં તમે તમારા દીકરાના હાથમાંથી એ મોટી ચોકલેટ જબરદસ્તીથી પાછી લેવા ઇચ્છતાં હો તો પણ લઇ શકો નહીં. આવું કરવાથી તે ગુસ્સે થશે અને રડશે પણ ખરો, પરંતુ બે-ત્રણ સમજદાર લોકો બાળકને સમજાવી-ફોસલાવીને તેની પાસેથી ચોકલેટ લઇ શકે. લોકસભાના અધ્યક્ષે જણાવ્યું હતું કે કોઇ વ્યકિતને આપવામાં આવેલી ચીજ જો તાત્કાલિક છીનવી લેવામાં આવે તો મોટો વિસ્ફોટ થઇ શકે છે. તેમણે એસસી-એસટી એકટમાં સંબંધિત કાનૂની બદલાવને લઇ વિચાર- વિમર્શ કરવાની જરૂર પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે કાયદો સંસદ બનાવે છે, પરંતુ તમામ સાંસદોએ મળીને આ અંગે ચર્ચા-વિચારણા કરવી એ સમાજના તમામ લોકોની જવાબદારી છે. દરમિયાન મોદી સરકારના સામાજિક ન્યાય અને અધિકા‌િરતા પ્રધાન રામદાસ અઠાવલેએ જણાવ્યું છે કે એસસી-એસટી એકટમાં સંસદ દ્વારા કરવામાં આવેલા સુધારા અંગે કોઇ સમીક્ષા થશે નહીં. સુધારા માટે માગણી કરી રહેલા લોકોઅે પોતાના વ્યવહારમાં બદલાવ લાવવો જોઇએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *