SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
ST બસની મુસાફરી કરી,મેવાણીએ તકલીફો સાંભળી..
અમદાવાદથી પાલનપુર સુધીની મુસાફરી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કરી.ગુજરાત સરકારની ST નિગમ દ્વારા ચાલતી ST બસમાં સાવ સામાન્ય વ્યક્તિની જેમ બેસી ડાઈવર, કન્ડક્ટર અને મુસાફરોની સમસ્યાઓ સાંભળી.તેમજ ST ના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળે તે બાબતે પણ ચર્ચા કરી.બસમાં મુસાફરી કરતા લોકો કૃતુહલવસ એક ધારાસભ્ય આમ સામાન્ય મુસાફરની જેમ બેસી ને મુસાફરી કરતો જોઈ આનંદ પામ્યા હતા.અને પોતાની સમસ્યાઓ વ્યક્ત કરવા લાગ્યા હતા.આ તબકકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઇ જશભાઈ પટેલ યાદ આવ્યાં જેઓ ST બસ માં ફરતા હતા..
આભાર જીગ્નેશભાઈ.. એસટી કર્મચારીઓ ને સાતમું પગારપંચ અને મુસાફરો ને વધુ યોગ્ય સગવડો મળે એવી રજૂઆત સરકાર સમક્ષ કરો એવી આશા…
જય ભીમ 🙏