SabkaNews Panchmahal Manu Rohit
ગટરના ગંદા પાણી વચ્ચે ભણતા સરકારી પ્રાથમિક શાળાના બાળકો !!
ગોધરા શહેરની ભૂરાવાવ ચોકડી નજીક આવેલી એક સરકારી પ્રાથમિક શાળાના બાળકો ગટર કામમાં ખોદાયા બાદના ભરાયેલા ગંદા પાણી વચ્ચે શિક્ષણનું કાર્ય કરતાં જોઈ શકાય છે.
સરકારી શાળાની આ હાલત જોઈ કોઈ પણ વ્યક્તિ બાળકોની તંદુરસ્તી બાબતે ચિંતિત થઈ જાય.જ્યાં ગરીબ મધ્યમ વર્ગના વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે.
પરંતુ આ શાળાના દરવાજાની પાસે ગટરનું ગંદુ પાણી ઉભરાઇ ને બહાર આવી રહ્યું છે.આ પરિસ્થિતી લગભગ છેલ્લા કેટલાય દિવસોથી છે. પાણીના ભરાવના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી.
સરકારી અધિકારીઓ માત્ર પ્રવેશ મહોત્સવમાં જ શાળાઓમા હાજરી આપે છે. પછી બાળકો સ્વભરોષે !!
રાજકારણી નેતાઓ રાજનીતિમાથી ઊંચા ન આવે પરંતુ સરકારના આ કર્મચારીઓ પોતાની ફરજના ભાગરૂપે કાર્યવાહી કરવા માટે બંધાયેલા છે.