SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
શૌચાલયો બનાવવામાં લાખોનો ભ્રષ્ટાચાર…
સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પુરૂષાર્થથી સમગ્ર ભારતમાં જાહેરમાં શૌચક્રિયા બંધ કરવા માટે હજારો નહિ,લાખો કરોડો શૌચાલયો એટલે કે સંડાસ તડગુજરાતીમાં કહું તો જાજરૂ બનાવ્યા છે અને આ હજારો લાખો શૌચાલયોમાં કરોડોનો ભ્રષ્ટાચાર દેખાય આવી રહ્યો છે.અધિકૃત માહિતી મુજબ આવા શૌચાલયો બનાવવા પ્રત્યેક પુનિટ દીઠ 12000/નો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવ્યો છે.ગુજરાત વિધાનસભામાં આ બાબતે પ્રશ્નોતરીમાં રાજ્યના ગ્રામ વિકાસમંત્રીએ અલગ અલગ ધારાસભ્યો પ્રમાણે અલગ અલગ આંકડા આપી જવાબ આપ્યો છે.પાટણ જિલ્લામાં શૌચાલયો બાબતે મંત્રીશ્રી બેચરાજી વિધાનસભાના ધારાસભ્ય ભરતજી ઠાકોરને 78699 નો આંકડો આપે છે તો વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને 71789 નો આંકડો વિધાનસભાની પ્રશ્નોતરીમાં આપે છે.અરવલ્લી જિલ્લા બાબતે પણ મંત્રીશ્રી મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલાને 88286 શૌચાલયો બતાવે છે તો ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાને 59185 શૌચાલયનો આંકડો વિધાનસભા આપે છે.પરિસ્થિતિ અહીં જ અટકતી નથી,વલસાડ જિલ્લા બાબતે પણ મંત્રીશ્રીના બેવડા જવાબો ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરીની પુસ્તિકામાં અંકિત થઈ ગયા છે.રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાને 64825 શૌચાલયનો આંકડો આપ્યો તો કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને 79316 શૌચાલયો બતાવ્યા છે.માન્ય મંત્રીશ્રીએ વિધાનસભામાં જ આ પ્રકારના આંકડા આપ્યા છે તો બાકી જિલ્લાના આંકડાઓ પર વિશ્વાસ કેટલો રાખી શકાય ?
આંકડાની માયાજાળ જોઈએ તો તાપી-52879, અમરેલી-35860, છોટાઉદેપુર-82326,આણંદ-97866,ભરુચ-39570,દાહોદ-202482,પંચમહાલ-104211,સાબરકાંઠા-62933,કચ્છ-88406,ભાવનગર-104318,બોટાદ-27357,દેવભૂમિ દ્વારકા-20534, પોરબંદર-7712,મોરબી-58257,સુરત-90697, વળી સુરેન્દ્રનગર-11988,મહેસાણા-102051,ખેડા-96620,ગીર સોમનાથ-15176,જુનાગઢ-13139,મહીસાગર-65275,નર્મદા-19573,ગાંધીનગર-42144,બનાસકાંઠા-166308,વડોદરા-47249,જામનગર-42992,રાજકોટ-47689,અને અમદાવાદ-17387 શૌચાલયો બનાવ્યા છે.અત્રે નોંધનીય છે કે આ તમામ શૌચાલયો છેલ્લા 2 વર્ષમાં જ બનાવવામાં આવ્યા છે.પાટણ,વલસાડ અને અરવલ્લીના શૌચાલયોના આંકડા જો અસત્ય અર્ધસત્ય પુરવાર થાય તો બાકીના આંકડાની સત્યતા સંશય પમાડે તો નવાઈ નહિ ?