SabkaNews Ahmedabad Dr Kalpesh Vorav
ગૃહમંત્રીશ્રી શહેરકોટડા પોલીસ સ્ટેશનનું નવીનીકરણ ક્યારે થશે ?
ગુજરાત સરકાર દ્વારા પોલીસ અધિકારીઓ માટે અદ્યતન સુવિધાઓવાળા મકાનો તાજેતરમાં બનાવી,ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા એ લોકાર્પણ કર્યા. પરંતુ પોલીસ કર્મચારીઓ કોન્સ્ટેબલોના આવાસ પણ જોવા જેવા છે,તેની સુવિધા પણ ચકાસવા જેવી છે ખેર !
અમદાવાદ શહેરના શહેરકોટડા પોલીસ સ્ટેશનના અત્યંત આધુનિકીકરણ માટે 2015 થી કાર્યવાહી ચાલે છે.હાલ જે પોલીસ સ્ટેશન છે તેની બાજુની જમીન અભય મિલની છે,જે નવા પોલીસ સ્ટેશન માટે ફાળવી દેવામાં આવી છે.તમને જાણીને નવાઈ લાગશે કે તા 17/07/2015 ના રોજ એ સમયના શહેર પોલીસ કમિશનર શ્રી શિવાનંદ ઝા દ્વારા પોલીસ મહાનિર્દેશક અને મેનેજીંગ ડીરેક્ટરશ્રી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમને પત્ર લખી 2015-16 માં અગ્રતાક્રમ યાદીમાં ખાસ કિસ્સામાં સમાવેશ કરી તાકીદે બનાવવાની માંગ કરી હતી.
આ નવા શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં આધુનિક સુવિધાઓથી સજ્જ,તેમજ રથયાત્રા મહોત્સવ જેવા અગત્યના બંદોબસ્ત માટે અમદાવાદ શહેરમાં રોકાયેલ પોલીસ ફોર્સના જવાનો માટે બેરેક,કમાન્ડો માટે બેરેક તથા હોસ્ટેલ બનાવવાની યોજના છે.આ સંદર્ભે સ્થાનિક સંસ્થાઓ દ્વારા પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને 2015 માં પત્ર લખી માંગ કરી હતી.
હવે શિવાનંદ ઝા સાહેબ પોતે ગુજરાત પોલીસના વડા છે, તો શું તેઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી નહિ કરે ? શહેર પોલીસ કમિશનર તરીકેનો તેમનો તા 17/07/2015 નો પત્ર તેમને યાદ હશે જ ! ગુજરાતના ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાનો આ પૂર્વ વિસ્તાર પણ છે. શુ તેઓ આ પોલીસ સ્ટેશનના નવીનીકરણ માટે યોગ્ય પગલાં નહિ ભરે..



