SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
સંયુક્ત નિયામક અનુસૂચિત જાતિ ને RTI નું જ્ઞાન કોણ આપશે..
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અંતર્ગત આવતું અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના વડાઓ કે સંયુક્ત માહિતી અધિકારીઓને RTI કાયદાનું કોઈ જ્ઞાન નથી.ખુદ નિયામક કાપડિયા સાહેબને તેમના કોઈ કર્મચારીઓ ગાંઠતા નથી.
અહીં કાયદાનું અજ્ઞાન એ મુદ્દો નથી પરંતુ જાણી જોઈને માહિતી નહિ આપવાનું ષડ્યંત્ર થઈ રહ્યું છે.તેમના વિભાગની લોલમલોલ બહાર ન આવે એ માટે અરજદારની મૂળ અરજી જ પરત કરી દે છે.
અહીં અરજદાર દ્વારા તા 7/08/2018 ના રોજ એક RTI સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને કરવામાં આવી હતી.જે સિટી સિવિક સેન્ટર,મેમકો અમદાવાદ ઉત્તર ઝોનથી કરવામાં આવી હતી.અને ફી ભર્યાની પહોંચ પણ આપવામાં આવી છે.
હવે આ RTI ની મૂળ અરજી ગાંધીનગર સંયુક્ત નિયામક અનુસૂચિત જાતિ દ્વારા તા 20/08/2018 પરત કરતા જણાવ્યું છે કે ફી ભર્યા નો કોઈ ઉલ્લેખ ન હોવાથી અસલ અરજી પરત કરવામાં આવે છે.હકીકતે તેમણે સિટી સિવિક સેન્ટરને ખુલાસો પૂછવો જોઈએ કે તમે ફી લીધા વિના RTI લીધી કે શું ? વાસ્તવમાં આ નફ્ફટ અધિકારીઓ પોતાની બુદ્ધિનું દેવાળું કાઢે છે.કોઈ પણ સરકારી વિભાગ ફી લીધા વિના RTI ની અરજી નથી સ્વીકારતો.તેવો સાવ સામાન્ય નિયમ આ અધિકારીઓ સમજતા નથી કે સમજવા માંગતા નથી. મૂળ અરજી પરત કરવા બદલ RTI ની કલમ 18 મુજબ ગુનો બને છે.આ બાબતે સંયુકત નિયામક ને કોઈ કાયદાનું જ્ઞાન આપે તો સારું…