Saturday, May 16, 2020
Home > Gujarat > “હક મેળવવા માટે વોટ નહીં લોટ”

“હક મેળવવા માટે વોટ નહીં લોટ”

SabkaNews Ahmedabad Prashant Patel  

હક મેળવવા માટે વોટ નહીં લોટ

સમગ્ર ગુજરાતના ૧૨ જિલ્લાના ૫૦૦ ગામમાંથી ચપટી ચપટી લોટ ભેગો કરી,કોથળો ભરીને લોટ સરકારને સાદર અર્પણ કરવામાં આવ્યો છે.રાજ્ય સરકાર છેલ્લાં ૨ વર્ષથી ૨ કરોડ ૭૩ લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ ન ચૂકવતા આ પ્રકારે વિરોધ દર્શાવતા વાલી-બાળકો અને કર્મશીલો જણાવે છે કે “વોટ નહિ લોટ આપો” એક તરફ રાજ્ય સરકાર પ્રવેશ મહોત્સવના નામે કરોડોનું આંધણ કરી રહી છે.ત્યારે બીજી તરફ શિષ્યવૃતિથી બાળકોને વંચીત રાખવાનું કારણ શું એ સમજાતું નથી.સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ દ્વારા આ પ્રશ્નને ઉઠાવતા રાજ્ય સરકારે હજુ સુધી કોઈ યોગ્ય જવાબ નથી આપ્યો.અમદાવાદમાં ૧૨ જિલ્લાના કાર્યકરોએ સુભાષબ્રીજ કલેટકર કચેરીએ અસંખ્ય કાર્યકરો બાળકો સાથે કલેટકરને લોટ આપી,પોતાની સ્કોલરશીપનો હક્ક મેળવવા માટેની માંગ કરી હતી.

    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *