ખોટા સમાચાર,અશ્લીલ મૅસેજ રોકવા ઉપાય શોધવાની વોટ્સએપને સલાહ આપતા રવિશંકર પ્રસાદ..
ભારત સરકારના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને વોટ્સએપના સીઈઓની થયેલ એક મુલાકાતમાં તેઓએ કંપનીને મોબ લિંચિંગ, ફેક ન્યૂઝ અને બદલાની ભાવનાથી મોકલવામાં આવેલા અશ્લીલ મેસેજને રોકવા માટે ટેકનીકલ ઉપાય શોધવા કહ્યું હતું. મંત્રી પ્રસાદે કહ્યું કે, વોટ્સએપને ભારતીય કાયદાનું પાલન કરવું પડશે. એવું ન કરવા પર તેની પર દંડ ફટકારી શકાય છે.ફેસબુકના માલિકી હકવાળી આ કંપનીને ભારતમાં કોર્પોરેટ ઓફિસ બનાવવા અને એક ફરિયાદ અધિકારી નિયુક્ત કરવા પણ કહેવામાં આવ્યું છે. અમે નથી ઈચ્છતા કે કોઈ પણ સવાલનો જવાબ અમેરિકાથી મળે.વોટ્સએપથી ગંદા અને આતંક ફેલાવનારા સંદેશ વિશે તાત્કાલિક જાણકારી શેર કરવાની સિસ્ટમ બનાવવા કહેવામાં આવ્યું છે. તેમને એમ પણ માહિતી મેળવવી પડશે કે મેસેજ ક્યાંથી પબ્લિશ આવ્યો છે. વોટ્સએપને ભારતીયનો ડેટા ભારતતમાં જ રાખવો પડશે
અશ્લીલ મૅસેજ, ખોટા સમાચાર રોકવા ઉપાય શોધવાની વોટ્સએપને સલાહ આપતા રવિશંકર પ્રસાદ..
