SabkaNews Ahmedabad Dr Kalpesh Vora v
ઓમનગરથી અશોકમિલ સુધી અંડર પાસ બનવાની શકયતા:ધારાસભ્ય પ્રદીપ પરમાર
અમદાવાદ શહેરના નરોડા રોડ પર આવેલ પશ્ચિમ રેલવેને મીટર ગેજમાંથી બ્રોડગેજનું કામકાજ ધમધોકાટ ચાલી રહ્યું છે. જેથી ભવિષ્યમાં ઘણી ટ્રેનો અસારવા જંકશનથી સીધી દિલ્હી જશે.
જેના કારણે કાળુપુર રેલવેસ્ટેશન સુધી જવાની જરૂર નહીં પડે.આથી સમય,શક્તિ,સંપદા ધણી બધી વસ્તુઓ બચી શકે તેમ છે
આ પ્રક્રિયામાં અશોકમિલની આજુબાજુની ચાલીઓ અને ઓમનગરની આજુબાજુના વિસ્તારોમાં આવેલ શાળાના બાળકોને અવર જવરમાં તકલીફ થાય તેવી ભરપૂર સંભાવનાઓ છે.
આથી સ્થાનિક ધારાસભ્ય પ્રદીપ પરમારને સ્થાનિક લોકોની રજુઆતોને ધ્યાને રાખી.પોતે વારંવાર આ સ્થળની મુલાકાત લીધી છે.
ધારાસભ્ય પ્રદીપ પરમાર દ્વારા આ વિસ્તારમાં રેલવેના અંડર પાસ બનાવવાની માંગ થઈ છે.જે અશોકમિલથી સીધો ઓમનગર સુધી જઈ શકશે.
જ્યાંથી પગપાળા લોકો અવર જવર કરી શકશે ને દ્વી ચક્રી વાહન જઇ શકશે