Sunday, September 27, 2020
Home > Ahmedabad > NSUI ના લીડરે પીડિતને એટ્રોસિટીની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી..

NSUI ના લીડરે પીડિતને એટ્રોસિટીની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora

NSUI ના લીડરે પીડિતને એટ્રોસિટીની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી..
એચએલ કોમર્સ કોલેજમાં થયેલ રેગીંગના મામલે નવરંગપુરા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.ત્યારે બીજી તરફ પીડિત યુવાનને સમાધાન કરવા ફોન પર ધમકી આપવામાં આવી રહી છે.આ ધમકી આપનાર નારણ ભરવાડ અને આર્યન દેસાઇ NSUI ના વિદ્યાર્થી નેતાઓ છે.નારણ ભરવાડ જીએલએસ કોલેજમાં NSUI નો પ્રમુખ છે જ્યારે આર્યન દેસાઈ મહામંત્રી છે.એક તરફ વિદ્યાર્થીઓના હિતની વાત કરવાવાળા બીજી તરફ વિદ્યાથીઓ પર રેગીંગ જેવું દુષ્કર્મ આચરે છે.આ એજ સંગઠન છે જે બીજા કોઈ દ્વારા થતા રેગીંગ બાબતે યુનિવર્સિટીનો ઘેરેગાલી હલાબોલ કરે છે.ત્યારે પોતાના જ વિદ્યાર્થી નેતાઓ દ્વારા થયેલ અત્યાચાર પર શુ કાર્યવાહી થશે.NSUI ના પ્રદેશ પ્રમુખ આ લોકો પર કાર્યવાહી કરશે.
મહિપાલસિંહ ગઢવી જેવા બાહોશ નેતાના નેતૃત્વમાં આવું ચલાવી લેવામાં ન આવી શકે.હવે સવાલ શાખ પર દાગ લાગવાનો થઈ ગયો છે.એક વિદ્યાર્થી પર થયેલ રેગીગના આરોપીને બચાવવા બીજા નેતાઓ એ ફોન કર્યા એટલે છેડા દૂર દૂર સુધી જાય એવા છે.
અત્રે નોંધનીય બાબત એવી પણ છે કે ફરિયાદીને જાતિસૂચક ગાળો બોલવામાં આવી હતી.ફરિયાદીએ એટ્રોસિટી એકટ મુજબ પણ ફરિયાદ કરતા,આરોપીઓ સમાધાન માટે દબાણ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *