Friday, May 22, 2020
Home > Crime and Politics > કોંગ્રેસ ના ધારાસભ્ય નૌસાદ સોલંકી નું SCCP માટે પ્રાઇવેટ બિલ કેમ  ?  

કોંગ્રેસ ના ધારાસભ્ય નૌસાદ સોલંકી નું SCCP માટે પ્રાઇવેટ બિલ કેમ  ?  

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora 

“કોંગ્રેસ ના ધારાસભ્ય નૌસાદ સોલંકી નું SCCP માટે પ્રાઇવેટ બિલ કેમ  ?  ”

તાજેતર મા ગુજરાત સરકાર સમક્ષ રોસ્ટર અનામત એક્ટ અને ખાસ અંગભૂત યોજના એક્ટ બનાવવા માટે વિવિધ સંસ્થા પક્ષ દ્વારા માંગ ઉઠી છે. વિવિધ રાજ્યો માં આ કાયદા વિધ્યમાન છે. માત્ર ગુજરાત રાજ્ય માં જ આ પ્રકાર ના કાનૂન નથી જો આ કાયદા બનાવવા માં આવે તો ખાસ અંગભૂત યોજના હેઠળ કરોડો રૂપિયા નું જે ફંડ આવે છે તે અન્ય જગ્યા એ ન વપરાતા માત્ર ને માત્ર અનુસુચિત-જાતિ , જન-જાતિ ના વિકાસ માટે સીધા જ વાપરી શકાય અને જો તે અન્ય જગ્યા એ વપરાય તો તેના પર કાયદેસર કાર્યવાહી કરી શકાય આથી આ કાયદા ની અતિ આવ્યશક્તા હાલના સંજોગો માં લાગતા દલિત સમાજમા આ કાયદા બનાવવા ની માંગ ઉઠી છે.

કોંગ્રેસ ના ધારાસભ્ય નૌસાદ સોલંકીએ આ માટે લોક આંદોલન ઉઠાવ્યું છે અને વિવિધ પ્રકારે ભાજપ સરકારને ઘેરી રહ્યા છે. તેઓ દ્વારા એક પ્રાઇવેટ બિલ ગુજરાત વિધાનસભાના આવનારા સત્ર માં મૂકવાની  તૈયારી ચાલી રહી છે. પરંતુ નૌસદભાઈ એ પ્રાઇવેટ બિલ કેમ મૂકવું પડી રહ્યું છે ????

શા માટે કોંગ્રેસ પાર્ટી તરફથી આ બિલ મૂકવામાં આવતું નથી ??

કોંગ્રેસ પક્ષ અને અન્ય ધારાસભ્યો આ કાયદા ને બનાવવાના સમર્થક છે તો કોંગ્રેસ પાર્ટી તરફ થી આ બિલ કેમ મૂકવામાં આવતું નથી ?

શું કોંગ્રેસ કુલડીમાં ગોળ ભાગતી હોય તેવું લાગતું નથી ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *