કોરોના ની મહામારી ને લઈને સરકાર દવારા જરૂરિયાત પ્રમાણે સમયાંતરે જુદા જુદા નિયમો અમલ માં મૂકી કોરોના થી બચવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, આજ થી ઘણા બધા સેક્ટર માં નિયમો આધીન છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ કોઈ પણ સંજોગો માં ટોળાશાહી ને પ્રોત્સાહન કે ચલાવી ના લેવાની પણ શરતો મુકવામાં આવી છે, જેના ઉલ્લંગન સામે કાયદાકીય પગલાં લેવાનો સરકાર નો આદેશ હોવા છતાં, અમદાવાદ ના વિજયમીલ પાસે આવેલ નરોડા ફૂટ માર્કેટ માં છેલ્લા ૧૦ દિવસ થી ખુલ્લેઆમ સવારે ૪ થી ૬ ના સમયગાળા દરમ્યાન સોસીઅલ ડિસ્ટન્સીન્ગ ના નિયમો નું ઉલ્લંગન કરવામાં આવી રહ્યું છે, અહીં સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ માટે કરેલ કુંડાળા માત્ર નામ નાંજ રહી ગયા છે, સમગ્ર અમદાવાદ તેમજ અમદાવાદ ની બહાર થી અહીં ફ્રૂટ ના વેપારીઓ જથ્થા માં ફ્રૂટ ખરીદવા આવે છે, અને ત્યારબાદ તે સમગ્ર અમદાવાદ માં જુદા જુદા વિસ્તારો માં જઈ તેનું વેચાણ કરે છે, તંત્ર દ્વારા ટોળાશાહી ન થવા દેવાના ના કારણોસર અમદાવાદ કાલુપુર સબ્જી માર્કેટ તેમજ જમાલપુર સબ્જીમાંર્કેટ ને બંધ રાખવામાં આવ્યા છે, જયારે નરોડા ફ્રૂટ માર્કેટ ની આ લાપરવાહી આ સંજોગો માં ઘણા સવાલો ઉભા કરે છે.
સરકાર ની ગાઇડલાઇન નું ઉલ્લંગન કરતુ નરોડા ફ્રૂટ માર્કેટ.
