SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
ઢોલીવુડના હીરો નરેશ કનોડિયા ૭૫ વર્ષે પણ યુવાન..
જેમને શુન્યમાંથી સર્જન કર્યું,અને બચપનમાં ગરીબી અને લાચારી સામે સંઘર્ષ કરીને દેશ અને દુનિયામાં નામના મેળવી તેવા મહેશ-નરેશ બંધુ બેલડીમાના જેમને મોટા ભાઈ મહેશ બાપા ની આંગળી પકડી ગુજરાતી સંગીત અને ફિલ્મ કલાકાર તરીકે નામના મેળવી તેવા નરેશ કનોડિયા આજે 75 વર્ષ પુર્ણ કરીને અમૃતપર્વમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમની આ યાત્રા ખૂબ સંઘર્ષ ભરી રહી છે.
મહેસાણાના કનોડા ગામના વતની અને અમદાવાદના શાહપુર મેસાણીયા વાસમાં વસેલા આ બંધુઓ અમદાવાદની ગલીઓમાં પોતાની ગાયકીથી લોકપ્રિય થયા હતા.તેમના કાકા ડો બાબા સાહેબની પાર્ટીના અગ્રણી હતા આથી બાબા સાહેબની જન્મ જ્યંતીઓમાં તેઓ સંગીતની સુવાસ ફેલાવતા હતા.
સમયની બલિહારીએ તેમને માયા નગરી મુંબઈ સુધી લઈ ગઈ ને ઢોલીવુડમાં અમર થઈ ગયાં.પરંતુ આ યાત્રાએ સુધી પહોંચતા ખૂબ મહેનત કરી છે.
નરેશભાઈની અભિનેતાથી લાઇ નેતા સુધીની સફર રહી છે.તેવો ધારાસભ્ય પણ રહ્યા છે.ને ગુજરાત વિધાનસભામાં પણ ગયા છે.અમૃત પર્વે પહોંચેલા નરેશભાઇ “માલણ” ને જગાવી ચુક્યા છે પરંતુ હવે સમાજની જાગૃતિ જગાવે,સાજનના સંભારણા ખૂબ થયા હવે સમાજના સંભારણા થાય એવી આશા છે.
હિતુ કનોડિયાને પણ શરમાવે તેવી અદા ને એક્ટિંગ આજે ૭૫ વર્ષે પણ કરતા નરેશભાઈ પોતાનો રાજકીય ને કલા જગતનો વારસો હિતુભાઈને આપી ચુક્યા છે.