બહેન પોતાના ભાઈ ને ડાયાલીસીસ કરાવવા રાજસ્થાન થી અમદાવાદ કિડની હોસ્પિટલ કોરોના નેગેટિવે રિપોર્ટ સાથે આવ્યા, પરંતુ હોસ્પિટલ ની બેદરકારી ના કારણે ભાઈ નું મોત, છેલ્લે MLA પ્રદીપ પરમાર ની મદદ માંગતા રિપોર્ટ કઢાવી ડેડ બોડી રાજસ્થાન લઇ જવા વ્યવસ્થા કરાવાઈ,
રાજેસ્થાન જોધપુર ના નિવાસી એવા રવિન્દ્ર ગૌતમ અને તેમના બહેન સંતોષ ગૌતમ ૧૬ મે 2020 ના રોજ પોતાના ભાઈ ને ડાયાલીસીસ કરાવવા માટે અમદાવાદ કિડની હોસ્પિટલ આવ્યા હતા , તેમની સારવાર છેલ્લા ૮ વર્ષ થી કિડની હોસ્પિટલ માં ચાલતી હતી જે ડૉક્ટર હિમાંશુ પટેલ દ્વારા કરવામાં આવતી હતી, ૧૬ મેં ની રાત્રે બહેન પોતાના ભાઈ ને લઈને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડૉક્ટર દવારા જણાવવામાં આવ્યું કે સરકારી પ્રોટોકોલ પ્રમાણે સૌપ્રથમ તેમનું કોરોના રિપોર્ટ કરવું પડશે અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો ત્યાર બાદ ડાયાલીસીસ ની કાર્યવાહી કરવામાં આવશે અને જો પોઝેટીવ આવશે તો કોરોના ની ટ્રીટમેન્ટ કરવામાં આવશે, બહેન એ ડૉક્ટર ને જણાવ્યું કે તેમને રાજસ્થાન માં કોરોના રિપોર્ટ કરાવેલ છે જે નેગેટિવ આવેલ છે, તે રિપોર્ટ તેમને ડૉક્ટર ને મોબાઈલ માં બતાવ્યો હતો, પરંતુ ડૉક્ટર એ કહ્યું નવો રિપોર્ટ અહીં કાઢવો પડશે જે આપણે ૨૪ કલાક માં મળી જશે ત્યારબાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે, બહેન એકલા અને અજાણ હોવાથી ૨ કલાક સુધી કાગળ ની કાર્યવાહી માંજ અટવાયેલા રહ્યા, ત્યારબાદ ડૉક્ટર ની સલાહ મુજબ અને ૨૪ કલાક માં રિપોર્ટ ની આશા સાથે તેઓએ પોતાના ભાઈ ને કોરોના ચેકઅપ માટે મોકલી આપ્યા, તે વાત ને લઇ ૯૦ કલાક થઇ ગયા હોવા છતાં કોઈ પણ રિપોર્ટ આવ્યો નહતો, ડૉક્ટર ને ખુબ આજીજી કરવામાં આવી પરંતુ તેઓ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ તેઓ જણાવે છે કે પુરા સ્ટાફ ની મિલી ભગત હતી કોરોના રિપોર્ટ આવ્યો ના હોવા છતાં ભાઈ ને કોરોના ના દર્દીઓ સાથે રાખવામાં આવ્યા, સતત ૯૦ કલાક સુધી રિપોર્ટ ની માંગ કરવામાં આવી પરંતુ સાંભળવા વાળું કોઈ હતું નહિ અને આખરે તેમના ભાઈ નું ત્યાંજ અવસાન થાય છે, ત્યારબાદ સ્ટાફ દ્વારા તેમને ફોન કરી જણાવવામાં આવ્યું કે આપણા ભાઈ નું અવસાન થયું છે, આપ તાત્કાલિક ડેડ બોડી લઇ જાવ અમે વધુ સમય નહિ રાખી શકીયે નહીંતર બોડી ને ડિસ્ટ્રોય કરવી પડશે, એકલી બહેન ભાઈ ના સમાચાર સાંભળી ખુબજ સદમામાં આવી ગયા હતા, હિમ્મત કરી તાત્કાલિક કન્ટ્રોલ રૂમ માં જઈ તેમને રિપોર્ટ ઓન પેપર ની ડિમાન્ડ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા સાંભળવામાં ના આવ્યું, કંટાળેલા બહેન પોતાના મમ્મી અને ભાભી રાજસ્થાન હોઈ તેમને બોડી વગર સુ મોઢું બતાવશે તેની ખુબ ચિંતામાં હતા, બીજા ભાઈ મારફતે ૧૯ મે ના રોજ અસારવા ના mla પ્રદીપભાઈ પરમાર નો સંપર્ક કર્યો, પ્રદીપભાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી કિડની હોસ્પિટલ ના ડિરેકટર વિનીત મિશ્રા સાથે સંપર્ક કરીને રિપોર્ટ કઢાવ્યો જે નેગેટિવે આવ્યો, ત્યારબાદ તેમને ૧૯ મે ના રોજ રાત્રે રાજસ્થાન લઇ જવા માટે પ્રદીપ પરમાર એ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી,તેમને પ્રદીપ પરમાર નો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે હિમાંશુ પટેલ અને સમગ્ર હોસ્પિટલ ની બેદરકારી ના કારણેજ તેમના ભાઈ નું અવસાન થયા હોવાનું જણાવ્યું હતું.


