SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
ગરીબ ધારાસભ્યોનો પગાર વધારો..
ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્ર બાદ ધારાસભ્યોની દિવાળી થઇ ગઇ.ત્યારે આ કાવ્ય પંક્તિ યાદ આવે છે.
દલાલી દલાલી દલાલી કરે છે
જેમ ઝગડા મવાલી કરે છે
જે શેરી સદનમાં ન સમજે તફાવત
એ ગુજરાતની પાયમાલી કરે છે
પાયમાલીની જ વાત કરું તો રાજ્ય સરકારે બજેટમાં રાજ્યનું જાહેર દેવું વર્ષ 2018-19 માં જણાવ્યા પ્રમાણે 36801 કરોડ દશાવ્યું છે, વળી તેને ભરવા આવકમાંથી 20.14 ટકા રકમ ભરવાની જાહેરાત કરી છે અને તે સંદર્ભે વર્ષ 2018-19 માં 15434.28 કરોડ ભરવાની સ્પષ્ટતા પણ કરેલ છે.આર્થિક કટોકટીના આવા સમયે જ્યારે પેટ્રોલ-ડીઝલમાં ભડકા થઈ રહ્યા હોય,ફિક્સ પગારદારો પોકાર કરતા હોય,ટેકાના ભાવ ન મળતા ખેડૂતો આત્મહત્યા કરતા હોય.ત્યારે કરોડોપતિ ધારાસભ્યોનો પગાર વધારો કેટલો વ્યાજબી ? વળી એજન્ડા બહાર પગાર વધારાનું વિધેયક રજૂ કરી કોંગ્રેસ-ભાજપ ભાઈ ભાઈની વાત ખરી સાબિત કરી…
રાજ્યના ધારાસભ્યોનો અધધ પગાર વધારો જોઈએ તો 70.727થી વધારીને 1,16,314 કર્યો.જ્યારે મંત્રીઓનો પગાર 87 હજારથી વધારી 1 લાખ 32 હજાર કર્યો.વળી આ પગાર વધારો 22 ડિસેમ્બર 2017 થી અમલી ગણાશે અને આ દરમિયાન મહીનાઓનું 6.50 કરોડનું એરિયસ પણ ચૂકવાશે.
સેવા કરવાવાળા ધારાસભ્યો પેંશન પણ લેશે.આ તબક્કે કેટલાક મહાનુભાવ યાદ કરવા પડે છે.સાબિર કાબલીવાળા,દોલતભાઈ દેસાઈ,ડો કનુભાઈ કલસરિયા, મહેન્દ્ર મશરૂ જેઓ ધારાસભ્ય તરીકે કોઈ જ પગાર નોહતા લેતા.
તા 20 ફેબ્રુઆરી 2018 ના રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે અંદાજપત્ર પરના પ્રવચનમાં જણાવ્યું હતું કે વર્ષ 2017-18 ના અંદાજપત્રનું કદ 1,72,179 કરોડ હતું.તેમાં વધારો કરી વર્ષ 2018-19 માં 1,83,666 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે.તમને જાણીને હાયકારો થશે કે તમારા મારા આમ આદમીની આવક અને અન્ય વેરાકીય આવકોમાં રાજ્ય સરકારે 20.92 ટકાની વૃદ્ધિ કરી આ કરોડો રૂપિયા મેળવ્યા છે. એકંદરે બે કરોડ અઠ્ઠાણું લાખ મતદાતાઓ દ્વારા 182 ધારાસભ્યો ચૂંટાયા છે ને ધારાગૃહમાં બેઠા છે.શુ આ મતદાતાઓ સાથે ખીલવાડ નથી ?
અભ્યાસ સારો કર્યો છે