સતત 60 દિવસ થી સેવા માં કાર્યરત મકદૂમભાઈ,
મકદૂમભાઈ એટલે એવું વ્યક્તિત્વ કે જેમણે લોકડાઉન ના પ્રથમ દિવસ થી જ સેવા ના કાર્ય ની શરૂવાત કરી દીધી છે, સમગ્ર કાલુપુર અને આજુબાજુ ના વિસ્તાર મેં તેઓ મીડલ કલાસ માટે જથ્થા માં શાકભાજી લાવી અને 10% ઓછા ભાવ માં લોકો ને આપતા હતા, જે વ્યક્તિ 1 કિલો લેવા આ એ એને સવા કિલો તોલી ને આપતા, અતિ જરૂરિયાતમંદ લાગે તો 250ગ્રામ લેવા આવ્યું હોય એને એજ ભાવ માં 1 કિલો આપતા, ત્યારબાદ સમગ્ર અમદાવાદ માંથી પરપ્રાંતિયો થી ભરેલી બસો કાલુપુર સ્ટેશન આવતી જેમાં રોજની 150 થી 200 બસ આવતી તે લોકો ને પીવા ના પાણી ને લઈને મોટી સમસ્યા હતી, તેને લઈને મકદૂમભાઈ એમની વ્હારે આવ્યા અને રોજનું 10,000 લીટર થી પણ વધારે પાણી ની સગવડ પુરી પાડી, તેમજ દરેક બસ ડ્રાઈવર તેમજ સેવા આપી રહેલ પોલીસ કર્મચારીઓ ને પીવા માટે છાસ, અને નારિયેળ પાણી પણ મકડુમભાઈ પૂરું પાડી રહ્યા છે.