ઝારખંડમાં વ્યક્તિગત રીતે સૌથી વધારે ઈન્કમ ટેક્સ રિટર્ન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીએ આપ્યું છે. તેણે નાણાકીય વર્ષ 2017-18માં 57.04 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે. ઈન્કમ ટેક્સ વિભાગે શુક્રવારે આયકર મંથન-2018 કાર્યક્રમમાં સૌથી વધારે ટેક્સ ભરનારા નવ લોકોને સમ્માનિત કર્યા હતા.આ સાથે જ ઈન્કમ ટેક્સ વિભાગે સૌથી શ્રેષ્ઠ કામગીરી કરતા 75 અદિકારીઓ અને કર્મચારીઓને પણ સમ્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મહેંદ્ર સિંહ ધોની ઉપસ્થિત નહોતો રહ્યો, તે ક્રિકેટ કંટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટ રમવા માટે મુંબઈ જતો રહ્યો હતો.ધોનીએ જેએસસીએ ક્રિકેટ કંટ્રી ક્લબ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. મેન્સ ડબલ્સમાં ધોની-સુમિતની જોડીએ કન્હૈયા-રોહિતની જોડીને 6-3,6-3 થી હરાવ્યા હતા. ટેક્સ ભરવાના મામલે બીજા ક્રમ પર રાંચીના વેપારી નંદકિશોર અને ત્રીજા ક્રમ પર વેપારી શંકર પ્રસાદ છે.