Monday, October 12, 2020
Home > Gujarat > વર્ષ 2014ની જેમ વર્ષ 2019માં પણ ગાંધીનગર બેઠક મીડિયામાં હેડલાઇન બનશે.

વર્ષ 2014ની જેમ વર્ષ 2019માં પણ ગાંધીનગર બેઠક મીડિયામાં હેડલાઇન બનશે.

Sabka News Prashant Patel

વર્ષ 2014ની જેમ વર્ષ 2019માં પણ ગાંધીનગર બેઠક મીડિયામાં હેડલાઇન બનશે.
શુ અડવાણીને પરંપરાગત બેઠક ગાંધીનગરથી અમિત શાહ લડશે લોક્સભાની ચૂંટણી ?
ભાજપના ભીષ્મ અને પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીથી સહાનુભૂતિ રાખનાર ભાજપ અને સંઘના નેતા ઇચ્છી રહ્યા છે કે જો અડવાણી ચૂંટણી ના લડવા ઇચ્છતા હોય તો તેમની પૂત્રીને ઉમેદવાર બનાવવી જોઇએ.
અમદાવાદ : ભાજપના મુખોટા કમ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ તેમના મિત્ર લાલક્રુષ્ણ અડવાણી પન હવે રાજનીતિથી સંન્યાસ લેવાનુ મન બનાવી ચૂક્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અડવાણીએ પોતાના પરિવાર અને નજીકના વર્તુળોને જાણ કરી દીઘી છે કે તેઓ આગામી લોક્સભા ચૂંટણી નહી લડે અને પક્ષનો પ્રચાર પન નહીં કરી શકે. ભાજપના ટોચના નેતાઓને પણ આ વાતની જાણ થઇ ગઇ છે.
છેલ્લા 20 વર્ષથી લાલક્રુષ્ણ અડવાણી ગુજરાતની રાજધાની ગાંધીનગરથી સાંસદ છે. વર્ષ 2014માં તેમણે ભોપાલથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોકલ્યો હતો. જે દિવસે ભાજપા કાર્યાલયથી ગાંધીનગરથી યાદી જાહેર થઇ તે દિવસે અનેક નાટકીય વળાંકો આવ્યા હતા. અડવાણીની ગેરહાજરીમાં જ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગાંધીનગરથી અડવાણીને ઉમેદવાર જાહેર કર્યા હતા.
આ નિર્ણયથી તેઓ એટલા દુખી થયા હતા કે તત્કાલિન પ્રમુખ રાજનાથ સિંહથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી,સુષ્મા સ્વરાજ અને નીતિન ગડકરી તમામે લાલક્રુષ્ણ અ‍ડવાણીને ઘરે જઇને મનાવવા પડયા હતા.
આખરે ભાજપ કાર્યાલયે નિવેદન જાહેર કર્યુ હતુ અને કહ્યુ હતુ કે તેઓ પોતાના મનથી બેઠક પસંદ કરવા માટે સ્વંતત્ર છે. જ્યારે પક્ષ ઝૂક્યો ત્યારે અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડવા તૈયાર થયા હતા.
તે સમયના ચૂંટણી સમિતિના એક સભ્યના જણાવ્યા અનુસાર વર્ષ 2014માં ભાજપના અનેક નેતા ઇચ્છતા હતા કે અડવાણી લોક્સભા ચૂંટણી ના લડે. તે સમયે ભાજપ અને સંઘની અંદર એ મત બન્યો હતો કે લાલક્રુષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા પીઢ નેતાઓને રાજ્યસભા મોકલવામાં આવે અને તેમના સ્થાને નવા લોકોને તક આપવામાં આવે. અનૌપચારિક રીતે આ સંદેશ અડવાણીને મોકલવામાં આવ્યો હતો કે જો તેઓ રાજ્યસભા જવા ઇચ્છતા હોય તો તેમની પૂત્રી પ્રતિભા અ‍ડવાણીને ગાંધેનગરથી ટિકિટ આપવામાં આવશે. ભાજપ અને સંધના અમુક નેતા આ પ્રસ્તાવથી સહમત હતા અને અમુક તેના બિલ્કુલ વિરોધમાં હતા પરંતુ અ‍ડવાણી રાજ્યસભા જવા માટે તૈયાર થયા ના હતા.
જો કે વર્ષ 2014નો સમય આજના સમયથી ઘણો અલગ હતો. તે સમયે નરેન્દ્રમોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થઇ ચૂક્યા હતા પરંતુ દિલ્હીના તમામ સમીકરણ તેમના અનુસાર હજુ સેટ થયા ના હતા. અમિત શાહ ત્યારે ભાજપના માત્ર મહાસચિવ હતા અને પક્ષની અંદર તેમની હેસિયત આજની તુલનાએ કંઇ ના હતી.તેની સાથે સાથે એલ કે અડવાણી પણ તે સમયે આજના જેટલા અશકત ના હતા. ત્યારે એવા નેતાઓની કમી ના હતી જે તેમના પોતાના ગુરૂ માનતા હોય. જેથી વર્ષ 2014માં તેઓ ઇચ્છતા હતા તેવુ થઇ ગયુ પરંતુ હવે ભાજપની સ્થિતિ સાવ બદલાઇ ગઇ છે.
વર્ષ 2014માં અશોકા રોડથી ચાલતુ ભાજપ હવે 6,દિનદયાલ ઉપાધ્યાય માર્ગથી સંચાલિત થાય છે . જે પત્રકારોએ આ બન્ને સ્થળોથી રિપોર્ટિંગ કર્યુ છે તેમાંથી અમુક લોકોનુ કહેવુ છે કે ભવનનો બદલાવ ઠીક એવો જ છે જે રીતે પક્ષની અંદર થયો છે. પક્ષ પ્રમુખને મળવા કોણ આવ્યુ અને કેટલો સમય રોકાયો તે સરળતાથી ખબર પડી જતી હતી પરંતુ દીનદયાલ ઉપાધ્યાય માર્ગથી સંચાલિત ભાજપ એક બંધ પુસ્તક છે. અહિંયા એટલા દરવાજા અને અલગ રીતે બનાવવામાં આવેલા રસ્તાઓ છે કે અહિંયા આવતા જતા લોકોની જાણ અહિંયા બેસેલા પત્રકારોને પણ થતી નથી.
છેલ્લા થોડા દિવસોથી ભાજપના ટોચના નેત્ત્રુત્વ હેઠળમાં એક-એક રાજ્યના હિસાબે અલગ અલગ બેઠકો પર વાત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.જ્યારે ગુજરાત પર વાત પહોંચી તો ગાંધીનગર પર વાત ફરી એક વખત અ‍ટકી પડી. વર્ષ 2014ની જેમ વર્ષ 2019માં પણ ગાંધીનગર બેઠક મીડિયામાં હેડલાઇન બનશે. આ વખતે પણ ભાજપ અને સંઘના નેતાઓ ફરી એક વખત ભિન્ન ભિન્ન મત ધરાવે છે. હજુ પણ એલ કે અડવાણીનો આદર કરનાર અને તેમના પ્રત્યે સહાનૂભૂતિ રાખતા ભાજપ અને સંઘના અનેક નેતાઓ ઇચ્છે છે કે જો તેઓ ચૂંટણી લડવા ના ઇચ્છતાહોય તો તેમની પૂત્રી પ્રતિભા અડવાણીને અહિંયાથી તક આપવી જોઇએ. તેમની દલીલ છે કે પ્રતિભા જ અ‍ડવાણીની સાથે રહે છે અને સાથે જાય છે અને તે ઘણા વર્ષોથી ગાંધીનગર બેઠકની કમાન સંભાળી રહી છે. જો કે અડવાણીએ કયારેય પણ પ્રત્યક્ષ રીતે પોતાની રાજકીય વારસ જાહેર નથી કરી પરંતુ એ સૌ જાણે છે કે પ્રતિભા જ તેમની સૌથી નજીક છે.
જો કે વર્તમાન પ્રમુખ અમિત શાહના નિકટતમ વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે ગાંધીનગરથી તેઓ ચૂંટણી લડે, અમિત શાહે પોતાની વધુ પડતી રાજનીતિ ગાંધીનગરથી જ કરી છે. હવાલા પ્રકરણના કારણે એલ કે અ‍ડવાણીની જગ્યાએ અટલ બિહારી વાજપેયી ગાંધીનગરથી ચૂંટણી લડયા હતા.ત્યારે અમિત શાહ જ તેમના ચૂંટણી ઇન્ચાર્જ હતા.
ગાંધીનગર લોક્સભા બેઠક અંતર્ગત આવતી નારણપુરા વિધાનસભા બેઠક પરથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. અમિત શાહના નજીકના નેતાઓમાં ચર્ચા ચાલી રહી છે કે જો વર્ષ 2019માં મોદી સરકાર બની તો અમિત શાહ ભાજપ પ્રમુખની ખુરશી છોડીને સરકારમાં નંબર બે અથવા ત્રણની હેસિયત સામેલ થશે. જેથી દેશની 543 લોક્સભા બેઠક પૈકી એક તેમના માટે પસંદ કરવાની છે અને તે કદાચ ગાંધીનગર હોય શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *