SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
કિરીટભાઈએ કાર્યાલયમાં કેક કાપી.
લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી સાંસદો આવા નખરા કરતા જ હોય છે,અમદાવાદ પશ્ર્ચિમના સાંસદ કિરીટ સોલંકી વ્યવસાયે ડોકટર છે.વળી તે સર્વશ્રેષ્ઠ સાંસદ તરીકેના એવોર્ડ લઈ ફરે છે.છતાં મોદીજીને રીઝવવા તેમના જન્મદિન નિમિતે ૬૮ કિલોની કેક કાપવાનું નાટક કર્યું. સારી કામગીરીને લોકપ્રિયતા હોય તો ટીકીટ બચાવવા આવું કેમ કરવું પડે?
સાંસદ કિરીટભાઈએ લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી વડાપ્રધાનના જન્મદિનને ઉજવવાનો કાર્યક્રમ કર્યો અને લોકોમાં લોકપ્રિય થવાનો વધુ એક પ્રયાસ કર્યો.કિરીટભાઈએ કાર્યાલયમાં કેક તો કાપી પણ આગામી દિવસોમાં તેમની ટીકીટ ન કપાય જાય તે જોવાનું રહ્યું.કિરીટભાઈ વિરુદ્ધ સ્થાનિક મતદાતાઓમાં ભારે વિરોધ છે.તેઓ લોકસંપર્કમાં જાય તો લોકો તેમનો વિરોધ કરે છે.પક્ષમાં પકડ ઢીલી થઈ છે,ભાજપના દલિત સાંસદો અને ટોચના દલિત નેતાઓ સાથે મનમેળ નથી.