જસદણની પેટાચૂંટણી પહેલા સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી છે. ભાજપના 4 કાઉન્સીલરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે હવે સાવરકુંડલા નગરપાલિકા પર કોંગ્રેસનો પંજો લહેરાશે. મહત્વનું છે કે, કોંગ્રેસ પાસે 16 કાઉન્સીલરો હતા જ્યારે ભાજપ પાસે 20 કાઉન્સીલર હતા. 4 કાઉન્સીલરો કોંગ્રેસમાં જોડાતા હવે સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો લહેરાશે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પીઢ નેતા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ ભાજપમાં જોડાતા જસદણની બેઠક ખાલી પડી છે. જ્યાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે.
જો કે ભાજપમાંથી કુંવરજી બાવળીયાએ ઉમેદવારી નોંધાવી છે તો આ તરફ કોંગ્રેસ હજી પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી શકી નથી ત્યારે તાજેતરમાં સાવરકુંડલા નગરપાલિકના 4 4 કાઉન્સીલરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા કોંગ્રેસ ભાજપના હાથમાંથી આંચકી લીધી છે.
આપને જણાવી દઇએ કે, નગરપાલિકામાં પહેલા કોંગ્રેસ પાસે 16 કાઉન્સીલરો હતા જ્યારે ભાજપ પાસે 20 કાઉન્સીલર હતા. જો કે, આજ રોજ ભાજપના 4 કાઉન્સીલરોએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડતાં રાજકારણ ગરમાયું હતું.