Thursday, October 1, 2020
Home > Ahmedabad > ઇન્ડિયા કોલોની વોર્ડના આસી. સીટી ઈજનેર પરેશ ચૌધરી બદલી કરાવી ભાગી ગયા

ઇન્ડિયા કોલોની વોર્ડના આસી. સીટી ઈજનેર પરેશ ચૌધરી બદલી કરાવી ભાગી ગયા

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora

ઇન્ડિયા કોલોની વોર્ડના આસી. સીટી ઈજનેર પરેશ ચૌધરી બદલી કરાવી ભાગી ગયા
અમદાવાદ મ્યુનિસિપલ કૌપોરેશનના ઉત્તર ઝોનમાં આવેલ ઇન્ડિયા કોલોની વૉર્ડના આસિસ્ટન્ટ સીટી ઈજનેર તરીકે પરેશ ચૌધરી ફરજ બજાવે છે.તેમના વિભાગમાં તારીખ ૧૦/૦૭/૨૦૧૮ ના રોજ એક RTI કરી હતી તો તેમણે તારીખ ૯/૦૮/૨૦૧૮ ના રોજ લખેલ પત્ર જે ખરી રીતે અરજદારને ૧૬ તારીખે મળ્યો.જેમાં લખ્યા પ્રમાણે માંગેલ માહિતીની પ્રતેક કોપી ના ૨ રૂપિયા ભરી મેળવી લેવું જણાવેલ છે.હકીકતે તેમણે તમામ કોપીની ગણતરી કરી એક રકમ લખવાની હોય છે.તેમજ કોપી કઈ A 4 હોય યા લેજર પેપર પર હોય તો રકમ પણ અલગ થઈ જાય છે.પરંતુ આ અધિકારીએ અહીંના માલેતુજાર કોન્ટ્રાક્ટરો ને બચાવવા મોડો પત્ર આપી આજે પોતાની ટ્રાન્સફર કરાવી લીધી છે.પોતાની કામગીરીની પોલ ખુલવાના ભયથી અરજદાર પર કોર્પોરેટરના પણ ફોન કરાવ્યા છે.અરજદાર કોઈ ભાવ ન આપતા માહિતી ન આપવાના આવા ખોટા પ્રયાસો થઈ રહ્યા છે.
આજે જ્યારે અરજદાર માહિતી લેવા ગયા તો ત્યાંના કર્મચારી બી એલ બરંડા એ જણાવ્યું કે સાહેબ ની બદલી થઈ ગઇ છે.ને આવી માહિતીની અમને કોઈ ખબર નથી.હવે બીજા અધિકારી આવશે ને એ કહેશે તો માહિતી બનાવી આપીશું.ખરેખર જો પત્ર લખી માહિતીના પેસા ભરવાનું કહ્યું હોય તો પછી માહિતી કેમ નથી આપતા? પરેશ ચૌધરી પોતાની બદલી કરવી કેમ જતા રહ્યા ?
ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સાથે એમની પણ સાઠ ગાંઠ હશે કે શું ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *