Friday, October 23, 2020
Home > Gujarat > પાટીદારોની સદભાવના યાત્રાનું દલિતોએ કર્યું સન્માન

પાટીદારોની સદભાવના યાત્રાનું દલિતોએ કર્યું સન્માન

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora

પાટીદારોની સદભાવના યાત્રાનું દલિતોએ કર્યું સન્માન

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને આજે ૧૬ દિવસ થઈ ગયા છે. સરકાર ટસ ની મસ નથી થતી ,હાર્દિક ડગતો નથી. હાર્દિકે ૨ દિવસ પાણી નો ત્યાગ કર્યો પણ રૂપણી એ પાણી ન બતાવ્યુ.

હાર્દિકના સમર્થનમાં પૂરી કોંગ્રેસ પાર્ટી ઉતરી, દેશના વિવિધ નેતાઓ આવવા લાગ્યા, મંદિરોમાં આરતી મસ્જિદોમાં ફૂલની ચાદર ચઢી તો ભજન કીર્તનની ભરમાર થઈ ગઈ, તમામ લોકોને હાર્દિક પ્રત્યે કરુણા જાગી તો સરકાર પ્રત્યેનો રોષ વધવા લાગ્યો. આમરણાંત ઉપવાસ પર ન ડગતી સરકાર ૨૦૧૯ ની ચૂંટણીમાં ડગે તો નવાઈ નહીં.

હાર્દિકના સમર્થનમાં દલિતો પણ આવ્યા જિગ્નેશ મેવાણી , નૌસાદ સોલંકીએ હાર્દિકની મુલાકાત લીધી, વાલ્મીકિ સમાજના અગ્રણીઓ પોતે એક દિવસના ઉપવાસ પર ઉતરયા તો સાબરકાંઠાના પૂર્વા દલિત સરપંચે માથે મુંડન કરાયું તાજેતરમાં હાર્દિકના સમર્થનમાં પાટણથી પાટીદારો પગપાળા યાત્રા સંઘ લઈ જઈ રહ્યા છે, ત્યારે પાટણની દલિત સંસ્થાઓ સમાનતા વિચારમંચ, સંકલ્પ ટીમ, ત્રીશરણ ચેરીટેબલ ટ્રસ્ટના અગ્રણીઓ મનોજ પરમાર , નરેન્દ્ર પરમાર, રાજેન્દ્ર હિરવાણિયા દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. દલિતો અને પાટીદારોએ સાથે સાથે રહીને જય ભીમ , જય સરદારના સૂત્રોચાર કર્યા.આ એ જ પાટણની ધરતી છે જ્યાં દલિત વિરમેઘમાયાની શહાદત થઈ હતી પાટીદાર સમાજ માટે શહિદ થવા જઈ રહેલ હાર્દિકની વારે દલિતો ચઢ્યા છે. દલિતો-પાટીદારોની આ જુગલબંધી સમાનતા-ભાઇચારાથી રહે તો અત્યાચારના બનાવો ઘટે…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *