Saturday, May 16, 2020
Home > Gujarat > ગુજરાતના 58 જિલ્લા શિક્ષણાધિકારીઓની એકસાથે બદલી

ગુજરાતના 58 જિલ્લા શિક્ષણાધિકારીઓની એકસાથે બદલી

રાજ્યમાં જિલ્લા શિક્ષણાધિકારીઓની સૌથી મોટી બદલી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યના 58 શિક્ષણાધિકારીઓની એકસાથે બદલી કરાઈ છે.

જેમાં અમદાવાદના DEO નવનીવ મહેતાની ભરૂચ ખાતે બદલી કરાઈ છે. જ્યારે અમદાવાદ DEO તરીકે આર.સી.પટેલની નિમણૂંક કરવામાં આવી છે.

આ સિવાય અમદાવાદ ગ્રામ્યના DEO તરીકે રાકેશ વ્યાસ અને અમદાવાદ DPEO તરીકે એમ.એન.પટેલની નિમણૂંક કરાઈ છે. જ્યારે ગાંધીનગરના DEO તરીકે ભરત વી. વાઢેરમાં નિમણૂંક કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક અધિકારીઓએ બદલી માટેની અરજીઓ કરી હતી. કારણ કે, આવનાર ચૂંટણી માટે ઇલેકશન કમિશન દ્વારા અધિકારીઓની બદલી કરવામાં આવત. જેમાં અધિકારીઓને દૂર દૂર બદલી થાત. પરંતુ આ બદલી કરાતા અધિકારીઓને ફાયદો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *