Saturday, May 16, 2020
Home > Gujarat > *ગુજરાતમાં કોરોના ના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થયા : આજે 454 દર્દીઓ ડિસ્ચાર્જ*

*ગુજરાતમાં કોરોના ના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થયા : આજે 454 દર્દીઓ ડિસ્ચાર્જ*

ગુજરાતમાં કોરોના ના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થયા : આજે 454 દર્દીઓ ડિસ્ચાર્જ

ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ છેલ્લા દશ દિવસમાં બમણો 15.58 થી 32.64 ટકા થયો

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સંતોષની લાગણી વ્યક્ત કરી

ગુજરાતમાં કોવીડ-19ના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થઈને હોસ્પિટલથી ઘેર ગયા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સંદર્ભે અત્યંત સંતોષની લાગણી વ્યક્ત કરી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 454 જેટલા દર્દીઓ સાજા થયા છે. સારી સારવાર અને ઉત્તમ આરોગ્ય સુવિધાઓને પરિણામે ગુજરાતમાં છેલ્લા દસ દિવસમાં ડિસ્ચાર્જ રેટ 15.58 ટકાથી વધીને 32.64 ટકા થઈ ગયો છે, જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 30.75 ટકા કરતાં પણ વધારે છે.

આરોગ્ય અગ્ર સચિવ ડૉ.શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કોરોનાની સારવારમાં જે મહત્વના પગલાં સમયસર લેવાયા છે તેને પરિણામે ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણો સારો રહ્યો છે. પંજાબનો ડિસ્ચાર્જ રેટ 9 % છે. પશ્ચિમ બંગાળનો 21%, તામિલનાડુનો 28%, ઓરિસ્સાનો 21%, મહારાષ્ટ્રનો 19%, ચંદીગઢનો 14 % અને દિલ્હી નો ડિસ્ચાર્જ રેટ 30.09 % રહ્યો છે. જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ 32.64 ટકાએ પહોંચ્યો છે.

ડૉ.જયંતી રવી એ ઉમેર્યય કે, ગુજરાતે કોરોના વાયરસના સંક્રમણને નાથવા આયોજનબધ્ધ – આગોતરા પગલાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં ભર્યા તેના પરિણામે રાજ્યનો ડિસ્ચાર્જ રેટ હવે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધ્યો છે. ૧૯મી માર્ચે કોરોનાવાયરસ નો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો તે પછી આરોગ્ય વિભાગે જે તીવ્ર ગતિએ કામગીરી આરંભી, મોટા પાયે ટેસ્ટ શરૂ કર્યા સર્વેલન્સ કર્યું તેથી સંક્રમિતોની સંખ્યા પર ધ્યાન આપીને સારવાર શરૂ થઈ શકી.

તેમણે કહ્યુ કે,કોરોના વાયરસ સામે લડવા પુરી સજ્જતાથી રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં મહાનગરપાલિકાઓ સહિત જિલ્લા મથકોએ ડેડીકેટેડ કોવિડ-19 ની હોસ્પિટલો કાર્યરત કરી દીધી. ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ -19 હોસ્પિટલ તરીકે માન્યતા આપીને વધુ ને વધુ સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી. કોરોના સંક્રમણ નિયંત્રણના અન્ય ઉપાયો પણ સરકારે યુદ્ધના ધોરણે ઉપાડ્યા. આ બધાના પરિણામ સ્વરૂપે હવે રાજ્યનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ 32.64 ટકા થયો છે.

છેલ્લા ચોવીસ કલાક દરમિયાનમાં માત્ર અમદાવાદમાં જ 266 જેટલા દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં 41 દર્દીઓ, સુરતમાં 33, ભાવનગરમાં 15, આણંદમાં 17, ગાંધીનગર માં 12, પંચમહાલમાં 18, તથા મહેસાણા જિલ્લામાં 12 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલથી ઘેર ગયા છે.

આજે બનાસકાંઠામાં 8, અરવલ્લીમાં 6, મહિસાગરમાં 5, રાજકોટ,પાટણ અને ખેડા જિલ્લામાં ચાર-ચાર, બોટાદમાં 3, દાહોદ તથા જામનગર જિલ્લામાં બે અને કચ્છ તથા ડાંગમાંથી એક-એક દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે. આમ આજે રાજ્યમાં કુલ 454 દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *