Sabka News Prashant Patel
નરોડા GEB ઓફિસ માં લાગી લાઈનો…
અમદાવાદ ના નરોડા વિસ્તારમાં આવેલી GEB ઓફિસ મા લાગી છે લાંબી લાઈનો. વિસ્તાર ના લોકો પોતાનું વીજળી નું બિલ ભરવા બે-બે કલાક સુધી લાઈન માં ઊભા રેહવા મજબૂર છે. નોકરી ધંધો કરતી પબ્લિક બિલ ભરવા માટે ૫-૧૦ મિનિટ નો અંદાજો કરી ને આવે છે જ્યારે અહિયાં બે-બે કલાક લાઈનમા ઊભું રેહવું પડતું હોવાથી ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અધિકારી ને પૂછતાં સર્વર ધીમું અથવા બંદ હોવાનું જણાવે છે. છેલ્લા અઠવાડીયા થી લોકો આ પરિસ્થિતી નો સામનો કરી રહ્યા છે અને હવે જોવું રહ્યું આ સત્તાધીસો ક્યારે નિદ્રા માથી જાગે અને આ સમસ્યા નું નિરાકરણ લાવે.