SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
ગે કોમ્યુનિટી ગર્વથી જીવી શકે સુપ્રીમ કોર્ટનો IPC 377 પર ઐતિહાસિક ચુકાદો..
સમલૈંગિકતા પર સૌથી મોટો ચુકાદો આજે અાવ્યો છે. સુપ્રીમ કોર્ટ આઈપીસીની ધારા 377ની બંધારણીય માન્યતા પર પોતાનો ફેંસલો સંભળાવ્યો,ધારા 377 અંતર્ગત સમલૈગિકતાને અપરાધ માનવામાં આવતો હતો. સુપ્રીમ કોર્ટેમાં તેની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું દેશમાં દરેક નાગરિકને સમાન અધિકારો છે.ચીફ જસ્ટીટના નેતૃત્વમાં પાંચ જજોની બંધારણી બેંચ આ મામલે સુનાવણી હતી.17 જુલાઈએ સુપ્રીમ કોર્ટે આ મામલા પર પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. આ પહેલા સમલૈંગિકતાને અપરાધના દાયરામાંથી બહાર કરાય કે નહીં તે મામલે સરકારે નિર્ણય સુપ્રીમ કોર્ટ પર છોડ્યો હતો. હવે સુપ્રીમે કહ્યું છે કે તમામને સમાન રીતે જીવવાનો અધિકાર છે.સમાજે પોતાની માનસિકતા બદલવી પડશે.
ભારતીય ફોજદારી ધારા 377 અંતર્ગત કાયદાકીય જોગવાઈ છે કે, બે સગીર પરસ્પર સંમતિથી અપ્રાકૃતિક સંબંધ બાંધે તો તે અપરાધ માનવામાં આવશે તેવી જોગવાઈ હતી. આવા મામલે 10 વર્ષ સુધીની કેદ અથવા આજીવન કેદની જોગવાઈ છે. આ સેક્શન-377 અંતર્ગત જોગવાઈ છે તે બંધારણની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે 11 ડિસેમ્બર, 2013ના રોજ હોમો સેક્સ્યુઆલિટી મામલે આપેલા પોતાના ઐતિહાસિક ચુકાદામાં સમલૈંગિકતા મામલે આજીવન કેદની સજાની જોગવાઈના કાયદાને મંજૂર રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો હતો. જેમાં બે સગીર દ્વારા પરસ્પર સંમતિથી સમલૈંગિક સંબંધને અપરાધની કેટેગરીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેને તેણે ફગાવી દીધી હતી. ત્યાર બાદ ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની પર સુપ્રીમે ઓપન કોર્ટમાં સુનાવણીનો નિર્ણય લીધો હતો.