SabkaNews Ahmedabad Prashant Patel
“ધ્વજવંદન કરવા કોઈ તામજામ ની જરૂર નથી ”
રાષ્ટ્રપ્રેમ દર્શાવવા માટે કોઈ તામજામ ની જરૂર નથી હોતી, આજે 72 મો સ્વાતંત્ર્યતા દિન નિમિતે ઠેર ઠેર ધ્વજવંદન ના કાર્યક્રમો થઈ રહ્યા છે, તેવામાં મેઘાણીનગર વિસ્તાર માં જુપડપટ્ટી માં રહેતા લોકો દ્વારા સ્વયંભૂ એકઠા થઈને ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં બાળકો, વૃદ્ધો , મહિલાઓ, પણ જોડાયા હતા, પોતાની કાલી ઘેલી ભાસા માં રાષ્ટ્રગાન ગાઈ ને તિરંગા ને સલામી આપવામાં આવી.
કોઈ ઊંચા સ્ટેજ પર તિરંગો લહેરાવીને તો કોઈ લાઉડ સ્પીકર સાથે વાજતે ગાજતે પોતાનો રાષ્ટ્રપ્રેમ દર્શાવી રહ્યા છે, તો કોઈ સેલફી લઈ લઈ ને અપલોડ કરી , જ્યારે બીજી બાજુ આ પ્રકારના ધ્વજવંદન પણ હજી જીવંત છે.