ટૂંક સમયમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આવી રહ્યો છે.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આપના મતદાર કેન્દ્ર ઉપર તા.09/09/2018 થી શરૂ થાય છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ:
મિત્રો / વડીલો/ બહેનો જાગૃત નાગરીકોને ખાસ જણાવવાનું કે સપ્ટેમબર માસ ૨૦૧૮ ( તા.૦૯/૦૯/૨૦૧૮ થી) ચૂંટણી કમિશન દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શુરૂ થવાનુ છે.જેમાં આપ નવા નામ દાખલ કરવા, નામ કમી કરવા, નામ, સરનામું સુધારવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ટ્રાન્સફર કરી શકો છો.
નોંધ-: જે કોઇએ તા.૧/૧/૨૦૧૮ ના દિવસે ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેઓ નામ દાખલ કરી શકે છે.
સમ્રગ વિસ્તાર ની મહિલાઓ,અને વડીલોને ખાસ વિનંતિ કે આપના મતદાર કેન્દ્ર મા બેસતા BLO ને સાથ સહકાર આપીને આપનું નામ મતદાર યાદી મા ચકાસણી કરીને એક જવાબદાર ભારતીય હોવાની ફરજ પુરી પાડે.
દરેક સામાજીક કાર્યકર્તા ઓને પોતાના બૂથમા આવતા મતદારોના નામમાં સુધારા-વધારા તેમજ નવા નામો દાખલ કરવા માટે આપના વિસ્તાર ના મતદાર કેન્દ્ર માં બેસતા BLO અને સેકટર ઓફીસરને મદદરુપ થઈ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સફળ બનાવવા નર્મ અપીલ છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો: https://ceo.gujarat.gov.in
તમારી નજીક ની શાળાની મુલાકાત લો.