Friday, May 22, 2020
Home > Gujarat > એકતા યાત્રાના ફિયાસ્કાના સબળ કારણો…

એકતા યાત્રાના ફિયાસ્કાના સબળ કારણો…

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora

એકતા યાત્રાના ફિયાસ્કાના સબળ કારણો…
ગુજરાતમાં ફરતી એકતા યાત્રાનો જે રીતે ફિયાસકો થઈ રહ્યો છે.એ જોતાં કેટલાક કારણો સમજવા અને સ્વીકારવા જેવા છે.ભાજપના કાર્યકરો પણ હવે વિપક્ષમાં બેસવાનું આવે તો ભલે આવે પણ સાચા કાર્યકરોની પરખ થયા અને જહાજ દુબે ત્યારે ઉંદર જે રીતે ભાગે છે,તેવા લાભાંવીત ભાજપના કાર્યકરો ભાગે પછી જ ખરા વફાદારોની પરખ થાય.વળી કેટલાક કાર્યકરો તો સ્વચ્છતા મિશન પાર્ટીમાં જ કરવાનું કહી રહ્યા છે,જેથી કચરો સાફ થયા..અત્રે કેટલાક અધિકૃત કારણો જોઈએ તો….
એકતા રથમાં પ્રજા ન જોડાઈ તેના કારણો ..
1.સત્તત ભાજપની ભવાઈથી પ્રજા ત્રસ્ત
2.ચાલુ દિવસે કાર્યક્રમ
3.પેટ્રોલભાવ વધારા કરતા ડિઝલના ભાવમાં વધારાથી ટ્રાંસ્પોર્ટથી લઈ ખેતરમાં પાણી ખેંચવાથી લઈ ફસલ કાપવા સુધી ડિઝલનો ઉપયોગ..જેની અસર સામાન્ય વર્ગ ઉપર સીધી પડી.
4.કોંગ્રેસના રાજમાં ડીઝલના ભાવમાં કંટ્રોલ હતો.
5.દલિતો અને આદિવસી સમાજનો કોઈ રણીધણી નથી
6.ગેસના બાટલનો ભાવ 820 રૂપિયા જે કોંગ્રેસ ના રાજમાં 340ની આસપાસ
7.વીજળીના બિલમાં તોતિંગ વધારો પેહલા સબસીડી મળતી હતી.અત્યારે કશું જ નહીં
8.સરકાર વિકાસ નથી કરી શકતી ???કે દરેક ક્ષેત્રમાં ppp આવો એક મેસેજ પ્રજામાં જાય છે
9.સરકાર બધું વેચવા જ કાઢ્યું છે એવી પ્રજાને ખાત્રી.
10.નરેન્દ્રભાઈ મોદી દિલ્હી ગયા ત્યારબાદ ગુજરાતમાં કોઈ સક્ષમ નેતા નથી તેવો પ્રજાનો ચોક્કસ વિશ્વાસ માટે ગુજરાત ભાજપે પ્રજામાં
વિશ્વનિયતા ગુમાવી
11.નરેન્દ્ર મોદી ના કાર્યકાળમાં જે વિકાસ થયો તેના પછી કોઈ મોટો પ્રોજેક્ટ ગુજરાત સરકારે કર્યો નથી….એવો ચોક્ક્સ મત પ્રજાનો
12.પોતાના મતવિસ્તારમા નેતાઓ ફરકતા નથી અને ગરીબ પ્રજા ગાંધીનગર ધકા ખાઈને થકી ગયી.
13. સમાન વેતન સમાન કામ છત્તા ફિક્સ કર્મચારીઓ નું શોસણ
14.માનીતા રીટાયર્ડ કર્મચારીને એક્સટેન્શન આપી ને મેરીટ ધરાવતા યુવાનોને અન્યાય
15.લોકશાહી ની વાતો કરતી ભાજપના કેન્દ્રીય મંત્રી મંડળમાં મોટાભાગે રાજ્યસભાના જ સભ્યો તો શું લોકસભાની જરૃરિયાત નથી.ચૂંટાયેલા પ્રતિનિધીનું કોઈ સ્થાન નહીં આવો એક મંતવ્ય સમાજના બુદ્ધિજીવી વર્ગનું છે
16.જંત્રી વધારી જમીનોનો ભાવ આસમાને ગરીબ માણસ ઘર વિહોણો
17.સરકાર પારદર્શિતા ની વાતો કરે છે પણ સરકારી આવાસ યોજનામા ગોલમાલ જરૂરીયાત જ ઘર વિહોણો
18.અધિકારીઓથી પ્રજા ત્રસ્ત ફાઇલ ઉપર શેરો મારી પ્રજાના કામ ટલ્લે ચડાવે છે
19.માં અન્નપૂર્ણના યોજના થકી શ્રમજીવીઓને 10 રૂપિયામાં ભોજન મળતું હતું આજે જે સેન્ટ્રલ ઉપર100 ટિફિન જતા હતા પણ અધિકારીઓની વર્તન અને નિયમને કારણે માત્ર 15 જ ટિફિન જાય બાકીનાં85 લોકોને ટિફિન મળતું નથી જે પાછા જાય છે પ્રજા સરકારી યોજના હોવા છત્તા ભૂખ્યા રહે છે
એકતા યાત્રાની કાર્યકરો ન જોડાયા તેના કારણો
1. પ્રદેશ સંગઠન અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ પરિણામે છેલ્લા સમય સુધિ એકતા રૂટની કોઈ જાણકારી નહિ.
2.માહિતી ખાતાની નિષ્ક્રિયતા
3.સરકારી અધિકારી ઉપર સરકાર ની પક્કડ નથી.સરકારી તંત્ર ઉપર અધિકારી હાવી
4 કાર્યકરો કરતા સરકારી અધિકારીઓ ઉપર વિશ્વાસ વધુ
5.ભીડ ભેગી કરવી,પાર્ટીના જંડા રોપવા કાર્યકરો અને બોર્ડ નિગમ આઈ.એસ અધિકારીઓ ના હવાલે આમ કાર્યકરો એ મજૂરી જ કરવાની
6.કાલ બપોરે આવેલા સરકાર અને સંગઠનમાં ઊંચા હોદા ઉપર અને વર્ષોથી મહેનત કરતો કાર્યકર જ્યાં હતો ત્યાં જ
7.ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર થી મંત્રી સુધી કોઈ પણ કાર્યકારને મળતાં નથી તેમજ કાર્યકરના કામ કરતા નથી.પોતાના લાગતા વલગતાને સેટ કરવામાં પડ્યા છે
8.નિયમ મુજબ કાર્યવાહી કરવી તેમ કહીને મંત્રીશ્રી પલ્લું ઝાડે છે …નીતિવિષયક નિર્ણય કરવામાં મંત્રીઓની નિષ્ક્રિયતા
9.પ્રદેશ કાર્યાલય અને અન્ય મંડલના કાર્યાલય બિઝનેસ હબ બની ગયા છે
10. અમુક લોકોની સિન્ડિકેટ પોતાના આર્થિક લાભો માટે કાર્યાલય ખાતે અંડીગો જમાવી બેઠા છે.
11. પ્રદેશ ભાજપનું આઈ ટી સેલ પોતાના માનીતા નેતાની વાહ વાહ કરવામાં પડ્યા છે સરકારની સિદ્ધિઓ વિશે કશું જ મુકતા નથી.
12 .સતત કાર્યક્રમોની વણઝાર ને કાર્યકરો થકી ગયા છે
13. ચાલુ દિવસે કાર્યક્રમ હોય પરિણમે રોટલો પેહલા પછી પાર્ટી.એ વિચાર કાર્યકરોને સમજાઈ ગયું છે
14. ધારાસભ્યો અને મંત્રીશ્રીઓ કાર્યકરોના ફોન સુધી ઉઠાવતા નથી.
15. સોમવારે જાહેર જનતા માટે મંત્રીશ્રી ને મળવા માટેનો દિવસ પણ મોટાભાગના મંત્રી શ્રીઓ ફરકતા જ નથી તેથી પ્રજા અને કાર્યકરો મા આક્રોશ.
16. પાયાના કાર્યકરો ન્યાયી રજુઆત કરવા બંગલે અથવા ઓફિસે જાય તો કલાકો સુધી બેસાડી રાખે બાજુના રૂમમાં પોતાના મળતીયાઓ જોડે બેસી રહે અને પી.એ. ને સૂચના આપે કે કાગળિયા લઈ રવાના કરો આમ પાયાના કાર્યકારોનું અપમાન સહજ થઈ ગયું છે.
17.પક્ષમાં અન્ય પક્ષના નેતાઓને લાવીને પ્રવેશઉત્સવ થાય છે પણ ગુણોત્સવ જેવો કાર્યક્રમ નથી થતો
18.ખરેખર જે કામ કરે છે તેની વિરુદ્ધ સત્તત પ્રદેશમાં કાન ભભેરણી ચૂંટાયેલા પ્રતિનિધિ દવારા તેના કારણે મેરીટ વાળો કાર્યકર પાર્ટીથી દૂર
(મળતી માહિતી સ્ત્રોત મુજબ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *