મિત્રો તો આજે આપણે અમદાવાદના એક ૨૮ વર્ષના યુવક અને તેણે પ્રાપ્ત કરેલી અકલ્પનીય સિદ્ધિ વિષે વાત કરવાના છીએ, જે અત્યારે ફોરેન્સિક સાયકોલોજી વિષય અને ક્લિનિક સાયકોલોજી(ચિકિત્સા મનોવિજ્ઞાન) બંને વિષયમાં એમ.ફિલ કક્ષા એ અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય છે. અમદાવાદ શહેરના કલાપીનગર વિસ્તારમાં રહેતા અને કલાપીનગર સ્થિત શારદા વિદ્યામંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિશાલ પરમાર એ આ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસિલ કરી છે.
શારદા વિદ્યામંદિર શાળામાં થી અભ્યાસ કર્યા બાદ સ્નાતક કક્ષાનો અભ્યાસ વિશાલ એ નવ ગુજરાત કોલેજ કેમ્પસની શ્રીમતી એસ. આર. મહેતા આર્ટ્સ કોલેજમાંથી ૨૦૧૨ માં પૂર્ણ કર્યો અને ત્યારબાદ તેમણે એલ ડી આર્ટસ કોલેજમાંથી ૨૦૧૪ માં અનુસ્નાતક કક્ષા(માસ્ટર ડિગ્રી)નો અભ્યાસ પૂર્ણ કર્યો. કક્ષા(માસ્ટર ડિગ્રી)નો અભ્યાસ પૂરો કર્યા બાદ વિશાલ એકદમ સચોટ હતા કે તેમને ફોરેન્સિક સાયકોલોજી વિષયમાં જ અભ્યાસ કરવો છે અને સામન્ય રીતે બધી યુનિ. માં ચાલતા ચોપડીના જ્ઞાનથી આગળ જઈ ને વિશાલને પોતાના જ્ઞાનને પ્રેક્ટિકલ ક્ષેત્રમાં કઈ રીતે ઉપયોગમાં લઇ શકાય તેની શોધના અંત રૂપે તેમની નજર વર્ષોથી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પર અટકી હતી. ઘણા વર્ષો થી ખ્યાતનામ ફોરેન્સિક સાયન્સ લેબ,ગાંધીનગર જે પોતાના કામો માટે ખૂબ જાણીતી છે તે આખા વર્ષમાં એક અઠવાડિયા માટે વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ વિષયને વધુ સારી રીતે સમજે તે માટે ફક્ત વિદ્યાર્થીઓ માટે પ્રદર્શિત કરવામાં આવતી હતી અને વિશાલ તેની દર વર્ષે અચૂક મુલાકાત લેતા. ફોરેન્સિક સાયકોલોજી વિભાગમાં રહેલા વિવિધ પોલીગ્રાફ, BEOS-પ્રોફાઈલિંગ, સસ્પેક્ટ ડિટેકશન સિસ્ટમ જેવા મશીનોએ એમના મનમાં ફોરેન્સિક સાયકોલોજી વિષય વિષે જિજ્ઞાસા વધારી. જેના કારણે આખરે ઘણી બધી મુલાકાતો લીધા બાદ વિશાલ એ ક્લિનિકલ સાયકોલોજી (ચિકિત્સા મનોવિજ્ઞાન) વિષયની માર્કેટમાં માંગ હોવા છતાં ફોરેન્સિક સાયકોલોજી વિષયમાં એમ.ફિલ કોર્સમાં એડમિશન લેવાનું નક્કી કર્યું. પરંતુ, તેમની સામે સૌથી મોટી સમસ્યા હતી પ્રવેશ પરિક્ષા(એન્ટ્રન્સ એક્ઝામ) પાસ કરવાની અને તેમાં પણ જે બાળક અત્યાર સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યું હોય તેના માટે અંગ્રેજી ભાષામાં પરિક્ષા આપવી કેટલી મુશ્કેલ વાત છે તે આપણે સહુ મિત્રો જાણીએ જ છીએ. ખુબ મહેનત કરી ને વિશાલ એ પોતાનું એડમિશન પ્રાપ્ત કર્યું અને બે વર્ષ એમ.ફિલ ફોરેન્સિક સાયકોલોજી કોર્સ માં અભ્યાસ કર્યો. બે વર્ષના કોર્સ દરમિયાન વિશાલ ત્રણ મહિના સરકારી માનસિક સ્વાસ્થ્યની હોસ્પિટલ અમદાવાદ માં પોસ્ટેડ હતા જેમાં પણ ખાસ તેમણે ત્યાંનાં ફોરેન્સિક વોર્ડમાં તેમણે અભ્યાસ અનેં ટ્રેનિંગ મેળવી. બીજા વર્ષમાં વિશાલ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબમાં અભ્યાસ ના ભાગ રૂપે પોસ્ટ થયા અને તેમણે ભારત દેશના શ્રેષ્ઠ ફોરેન્સિક સાયકોલોજી વિષયના નિષ્ણાંતો પાસે ટ્રેનિંગ મેળવી. વિશાલ એ બાળ સુધારગૃહમાં રહેલા બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને તેમના આવેગોનો વિગતે અભ્યાસ કરવાનું પોતાના સંશોધન ના ભાગ રૂપે પસંદ કરી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.
બે વર્ષ પોતાનો અભ્યાસ કર્યા પછી વિશાલ ને લાગ્યું કે જો મોટાભાગના ગુનેગારોનું ગુના કરવાના કારણો અને પરિસ્થતિઓને જો વધુ વ્યવસ્થિત રીતે સમજવામાં આવે તો તેમના પુનઃવસન માટે યોગ્ય વ્યવસ્થાપન પદ્ધતિઓ બનાવી શકીએ અને એ જ રીતે બીજા લોકો ને ગુનેગાર બનવાથી રોકી પણ શકાય અને આ જ હેતુ થી વિશાલ એ ફરીથી એમ.ફિલ ક્લિનિક સાયકોલોજી કોર્સ કરવાનું નક્કી કર્યું. જે સમયએ પોતાની સામે ઘણા બધા કોલેજ અથવા એનજીઓ સાથે નોકરી કરીને વ્યવસાયિક જીવન શરૂ કરવા માટે વિશાલ પાસે તક હતી. પરંતુ, તે કરવાની જગ્યાએ વિશાલએ ફરી અભ્યાસ કરવાનું પસંદ કરી પાછું ભણતર શરૂ કર્યું. પોતાના અભ્યાસ દરમિયાન બે વર્ષ સુધી તેમને માનસિક સ્વાસ્થ્યની હોસ્પિટલ,અમદાવાદ અને GMERS મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), ગાંધીનગરમાં પોસ્ટેડ હતા ત્યાં તેમણે માનસિક સ્વાસ્થ્યના ગુજરાત રાજ્ય ના શ્રેષ્ઠ તજજ્ઞો ના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો અને માનસિક બિમારીઓના નિદાન અને સારવાર કરનાર લાઇસન્સ ક્લિનિક સાયકોલોજિસ્ટ(ચિકિત્સા મનોવૈજ્ઞાનિક) બન્યા.
આમ સતત ૪ વર્ષ મહેનત કરીને મોટાભાગની યુનિવર્સિટીઓમાં ચાલતા સંશોધનલક્ષી એમ.ફિલ અભ્યાસક્રમ કરતા તદન અલગ એમ. ફિલ જે પ્રોફેશનલ અભ્યાસક્રમ છે. જેમાં સંશોધનની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ચોક્કસ હોસ્પિટલ અથવા ફોરેન્સિક સાયન્સ લેબમાં અનુભવી તજજ્ઞો ના માર્ગદર્શનમાં કાર્ય કરી ને અભ્યાસ કરવાનો છે તેવા એક નહિ પરંતુ ૨ – ૨ એમ.ફિલ કોર્સ કર્યો અને સમગ્ર ભારત દેશમાં ક્લિનિક અને ફોરેન્સિક સાયકોલોજી એવા વિષયોમાં બે એમ.ફિલ ની ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બન્યા.
ખુશી ની વાત એ છે કે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ જેવી યુનિ જ્યાં વિધાર્થી તરીકે એડમિશન લેવું પણ ખૂબ અઘરું છે તે જ યુનિમાં અત્યારે એ તેમના પોતના જ્ઞાન અને સમર્પણના કારણે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે.
હવે ટુંક જ સમયમાં ગુજરાત ફોરેનિસક સાયન્સ યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા શરૂ થવાની છે જેના વિષે આપ વધુ માહિતી માટે www.gfsu.edu.in વેબસાઇટ ની મુલાકાત લઈ શકો છો અથવા આપ [email protected] પર પણ તેમનો સીધો સંપર્ક કરી શકો છો.
-
વિશાલ અને તેમના ગુજ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ના વિધાર્થીઓ રાષ્ટ્રીય કક્ષા ના વર્કશોપ ના આયોજન દરમિયાન