SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
દશામાંની અવદશા ન થાય એ જોજો…
હિન્દુધર્મમાં નૌદુર્ગા પછી દેવીનું દશમુ સ્વરૂપ એટલે દશામાં.આપણાં સમાજમાં શ્રાવણ મહિનાથી દશામાંના વ્રત ઉપવાસનો મહોત્સવ શરૂ થાય છે.દશ દિવસ પૂજા અર્ચના ને આસ્થા સાથે દેવીની પધરામણી કરવામાં આવે છે.બાદમાં દશમે દિવસે જાગરણ કરી તે મૂર્તિને પાણીમાં વિસર્જિન કરવામાં આવતી હોય છે.
પરંતુ આપણી ભોળી પ્રજા જે દેવીને દશ દશ દિવસ સુધી ઘરે રાખી પૂજન અર્ચન કરતી હોય છે એજ દશમે દિવસે યોગ્ય રીતે વિસર્જન કરતી નથી.તમામ નદી તળાવો પર જે રીતે માતાની મૂર્તિને પધરાવવામાં આવે છે તે જોતા જ દશામાંની અવદશા દેખાય આવે છે.
આપડે મૂર્તિનું વિસર્જન યોગ્ય રીતે કરીએ અને બીજા દિવસે એ જ મૂર્તિ લોકોના પગતળે આવે ત્યારે શું આપણી આસ્થા ને ઠેસ નથી પહોંચતી?
આજે વિસર્જનની પૂર્વ સંધ્યાએ આશા રાખું આપણે દશામાંની અવદશા નહિ કરીએ.યોગ્ય રીતે વિસર્જન કરી,મૂર્તિને માંન શ્રધ્ધા આપીશું.