SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
દલિતો માટે ફળવાયેલ બજેટ કોણ ખાઈ જાય છે
સંવેદનહીન,અસહિષ્ણુ અને અસમાનતાના સ્પષ્ટ પુરાવા સાથે લખવાનું મન થાય કે આ આપણી સરકાર નહિ, અદાણી અંબાણી કે પછી રૂપાણીની સરકાર છે.માત્ર વાતોના વાયદા બજાર ઊંચું લાવવાના પ્રયાસો કરતી, ને નામ માત્રનો દલિત હિતનો દેખાડો કરતી સરકાર છે.વળી દુઃખની દાસ્તાન એ પણ છે કે સરકારમાં રહેલા દલિત નેતાઓનું આપસમાં મનમેળ નથી.સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈથી અણગમો હોય,તો ભાજપ કાર્યાલયમાં દલિતોના પ્રવેશ પર નિષેધ હોય,સચિવાલયમાં દલિત એક્ટિવિસ્ટ પર પ્રતિબંધ હોય,રમણલાલ વોરા કહે ભાજપ ને દલિતોના વોટની જરૂર નથી.શભૂનાથજી ને કિરીટ સોલંકીનો ગજગ્રાહ દેખાઈ આવે.વિરમાયાના કાર્યકમમાં વણકરો વણકરો જ જુથબંધી બાંધી બેસી રહે..વળી પાછું અતિપછાતોનું અલગ રાજકારણ.. આ બધી બાબતો જોતા દલિત એકતા ક્યાં ? કેટલી ? કેવી ?
વર્ષોથી અનુસૂચિત જાતિ જનજાતિ માટે બજેટમાંથી હજારો નહિ કરોડો રૂપિયા અલગ રાખવામાં આવે છે.આ કરોડોના આંકડા જોઈ અન્ય સમુદાય પણ વાતે વાતે કહેતા હોય છે કે તમારા માટે બજેટમાં કરોડો ફળ્યા છે.પરંતુ વરવી વાસ્તવિકતા જુદી જ છે. ફળવાયેલ રકમ ક્યાં વપરાય છે ? કેટલી પાછી જાય છે ? ક્યાં કામમાં વપરાય છે ? યોગ્ય જગ્યા એ વપરાય છે કે નહીં ? વગેરે વેધક પ્રશ્નો થાય.વળી આવા પ્રશ્નોના જવાબ વિધાનસભામાં નથી મળતા,વિપક્ષ પણ આવા પ્રશ્નો ઉઠાવતી નથી.છતાં રાજ્ય સરકારના અધિકૃત આંકડા જોઈએ તો મહેસુલી હિસાબ ખાતેનું ખર્ચમાં અનુસૂચિત જાતિ જનજાતિ માટે ફાળવેલ રકમ જોઈએ તો
વર્ષ રકમ કરોડોમાં
2014 -15 2359.95
2015 -16 2782.46
2016 -17 3248.82
2017 -18 3669.15
2018 -19 4033.95 (અંદાજ)
એકંદરે રકમનો વધારો થતો તો ગયો છે પરંતુ ક્યાં ક્યાં વપરાય છે તે પણ જોવું રહ્યું.હવે મૂડી હિસાબ ખાતેનું ખર્ચ જોઈએ તો
વર્ષ રકમકરોડોમાં
2014-15 407.03
2015-16 318.36
2016-17 158.44
2017-18 161.74
2018-19 382.66 (અંદાજ)
ખાસ અંગભુત યોજના અધિનિયમના અભાવે પૈસા ક્યાં કેટલા વપરાય છે ને ક્યાં કેટલા વપરાવા જોઈએ.તેનો કોઈએ સીધો હિસાબ નથી. આ રકમ દલિતો આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વાપરવાની હોય છે પરંતુ તે ક્યાં વપરાય છે તે જાણવા કાઉન્સિલ ફિર સોશિયલ જસ્ટિસના અગ્રણી વાલજીભાઈ પટેલ દ્વારા થયેલ RTI ના આંકડા જોઈએ તો “ડીસા જીઆઇડીસી માટે 77.37 લાખ રૂપિયા ખર્ચે રોડ બનાવવામાં આવ્યો,અંગ્રેજી પુસ્તકોના પ્રકાશન માટે કુલ 5,46,620 રકમ ફાળવી, વળી દલિતોના આદિવાસીઓ ને ફળવાયેલ રકમમાંથી રાજ્ય સરકારના કર્મચારીઓને 99 લાખનો પગાર ચૂકવ્યો,રોજગાર સમાચાર ને ગુજરાત પાક્ષીક પાછળ 1 કરોડ 46 લાખ વાપર્યા.ટેલીવિઝનમાં પાંચ કરોડના ખર્ચે જાહેરાતો આપી…
વડીલ વાલજીભાઈ પટેલ દ્વારા વર્ષોથી આ યોજના બાબતે પુરાવા રાજ્ય સરકારને આપવામાં આવ્યા છે.પરંતુ નિષ્પક્ષ ને તટસ્થતાનું ગાણું ગાતી સરકારે કોઈ નક્કર કાર્યવાહી નથી કરી.આ યોજના પર કાનૂન બનાવવા માટે નૌસાદ સોલંકી ખાનગી બિલ લાવ્યા છે.ઘણી બધી સંસ્થાઓ પણ આ બિલ લાવવા માટે કામ કરે છે.ગુજરાત જ્ઞાતિ નિર્મૂલન સમિતિના કન્વીનર સંજય પરમાર દ્વારા 182 ધારાસભ્યોને આવેદનપત્ર,મંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યા છે.તો વળી 12 વધુ જિલ્લા કલેટકરને આવેદનપત્ર આપી દલિત આદિવાસી સમુદાયમાં લોક જુવાળ ઉભો કરવામાં આવી રહ્યો છે…