SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
કોંગ્રેસે બાવડીયા સામે નાકીયાને અવસર આપ્યો..
જસદણના જંગમાં આજે કોંગ્રેસે કુંવરજી બાવડીયા સામે તેમના ચેલા અવસર નાકિયા ને ઉમેદવાર બનાવ્યા છે.બાવડીયા કોંગ્રેસમાંથી બગાવત કરી ભાજપમાં ગયા છે ત્યારે તેમની સામે તેમને ટક્કર આપે તેવો સક્ષમ ઉમેદવાર તરીકે તેમના જ શિષ્યને ઉમેદવાર બનાવી જોરદાર બાજી મારી છે.અવસર નાકિયા પોતે કોળી સમાજમાંથી આવે છે.અને જસદણ વિધાનસભામાં 35 ટકા વસ્તી કોળી સમાજની છે.કોંગ્રેસ નાકિયા સાથે એક થઇ ગઇ છે.આંતરિક વિગ્રહ ભૂલી અવસર નાકિયાને ચૂંટી લાવવા મેદાને પડી છે