SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
બીરસા મુંડાનું હિન્દુકરણ
ભારતનો આદિવાસી સમાજ જમીન,જંગલ સાથે સંકળાયેલા સમાજ છે.આદિવાસીનો કોઈ ધર્મ નથી તે પ્રકૃતિના પૂજક છે.બીરસા મુંડા તેમના એક અગ્રણી થઈ ગયા,જેમનો જન્મ 15/11/1875 માં ઝારખંડના રાંચી શહેરની નજીક આવેલ ઉલીહત ગામમા થયો હતો.અંગ્રેજી હુકુમત સામે જંગ ખેલનાર આ બીરસા મુંડાએ કોઈ “યજ્ઞોપવિત“ધારણ કરેલ નહિ,એટલે કે “જનોઈ” પહેરેલી નહિ.તેમજ ઇતિહામાં પણ ક્યાંય એવો કોઈ ઉલ્લેખ મળતો નથી.પરંતુ છોટાઉદેપુર નગર સેવા સદનના નવનિર્માણના મકાન કમ્પાઉન્ડમાં વીર બીરસા મુંડાની પ્રતિમા જોઈએ તો જનોઈધારી બીરસા મુંડા દેખાય છે.વળી આ પ્રતિમાનું અનાવરણ તેમની પરપૌત્રી ડો.અશ્રિતા ઈનેમ મૂંડે એ તા 30/06/2017 ના રોજ કર્યું હતું. શુ આ બીરસા મુંડાનું હિન્દુકરણ થઈ રહ્યું હોય તેવું નથી લાગતું…




