SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
બહુજન સમાજ પાર્ટી હવે ગામડામાં બ્રાહ્મણોના “પેર છુઓ અભિયાન” કરશે..
તિલક તરાજુ ઓર તલવાર ઇનકો મારો જુતે ચાર..કહેનાર માયાવતીજી પુનઃ હાથી નહિ ગણેશ હે બ્રહ્મા વિષ્ણુ મહેશ હે તરફ વળ્યા.. બહુજન સમાજ પાર્ટીના મહાસમેલન પછી હવે બસપાના કાર્યકર્તાઓ ગામડે ગામડે જઈ બ્રાહ્મણોના પગે લાગી નમન કરવાનું અભિયાન શરૂ કરશે.તેમ તેઓ બ્રાહ્મણોને પાર્ટીનું સોશિયલ એન્જીનીયરિંગ સમજાવશે.શનિવારે થયેલ એક મિટિંગમાં કમલેશચંદ્ર દિવકરે જણાવ્યું કે રાષ્ટ્રીય મહાસચિવ સતિષ મિશ્રાના આદેશાનુંસાર હવે જે જે વિધાનસભામાં બ્રાહ્મણોની સંખ્યા વધુ હોય ત્યાં બ્રાહ્મણોના પગે લાગવાનું અભિયાન ચલાવવામાં આવશે.અને દલિતો બ્રાહ્મણોના આશીર્વાદ લેશે.આમ સામાજિક ભાઈચારો વધશે.બસપાના “બ્રાહ્મણ ભાઈચારા” એકમના અધ્યક્ષ બબલુ અગ્નિહોત્રી સહિત વિકાસ દુબે, સીતારામ બાજપેય, નીરજ મિશ્રા, એ જણાવ્યું કે જો બેનજી એટલે કે માયાવતીજી મુખ્યમંત્રી બનશે તો ઉત્તર પ્રદેશમાં ગણા ગામડાઓમાં યજ્ઞ કરવામાં આવશે.અને શિવરાજપુરના બેરી મેદાનમાં ખૂબ મોટો યજ્ઞ અને ભોજન સમારોહ થશે.આ કાર્યક્રમમાં બ્રાહ્મણ ભાઈચારાના કાર્યકર્તા સુભાષ અગ્નિહોત્રી, દિનેશ પાંડે,સંજુ મિશ્રા,સુશીલ તિવારી,અનુરાગ દુબે,રવિ પ્રકાશ,શિબ્બુ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા…