SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરતી ગુજરાત પોલીસ
કન્યા કેળવણી,મહિલા સશક્તિકરણની ડાહી ડાહી વાતો કરતા,નેતાઓ તો જોયા છે પરંતુ કાનૂને નેવે મૂકી ગુજરાતની પોલીસ પોતે જ બળાત્કારગ્રસ્ત મહિલાઓ,બાળકીઓના નામ,સરનામાંની પુરીવિગતો સરકારી વેબ પોર્ટલ પર મૂકે છે.
ત્યારે કહેવું પડે કે વાળ જ્યારે ચિભળા ગળે તો ફરિયાદ ક્યાં કરવી ?
વાત જાણે એમ છે કે રાજ્ય સરકારના fir.gujarat.gov.in નામના વેબ પોર્ટલ પર બધી એફઆઈઆર અપલોડ થતી રહે છે.પરંતુ બળાત્કાર,રાષ્ટ્રીયહિત ને ધ્યાને રાખી, ઉશ્કેરણી ન થાય તેવી fir અપલોડ ન કરવી જોઈએ છતાં ખુદ સરકારી તંત્ર જ આવી ગંભીર બેદરકારી કરી રહી છે.જે બાબતે જ્ઞાતિ નિર્મૂલન સમિતિના સહ કન્વીનર મનુભાઈ રોહિત દ્વારા ઈમેલ કરી ફરિયાદ કરવામાં આવી છે.
મનુભાઈ રોહિત દ્વારા કેટલીક fir ના પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી છે જેમાં (1) વડોદરા શહેર પોલીસ ગોરવા પો.સ્ટેશન ગુ.ર ન ફસ્ટ 56/2018 બાબતે વડોદરા કમિશનરશ્રી ને તા 23/07/2018 ના રોજ (2) સંતરામપુર પોલીસ સ્ટેશન ગુ.ર ન ફસ્ટ 78/2018 બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરને તા 12/08/2018 ના રોજ તથા (3)કાલોલ જી.પંચમહાલ પો.સ્ટે.ગુ. ર .ન ફસ્ટ 94/2018 જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પંચમહાલને તા 17/08/2018 વળી તાજેતરમાં સુરતમાં ચર્ચાસ્પદ બનેલા બનાવ સચિન પો.સ્ટેશન ગુ ર ન ફસ્ટ 123/2018 બાબતે સુરત પોલીસ કમિશ્નરશ્રી ને તા 21/10/2018 ના રોજ કરેલ હોવા છતાં ફરિયાદની ગંભીરતા લીધેલ નથી કેમ ?
બળાત્કાર પીડિત મહિલાની ઓળખ છતી ન થાય અને તેનું સમાજમાં ગૌરવભર્યું સ્થાન જળવાઈ રહે તે માટે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન જાહેર કરેલ છે.તેમજ આઈ.ટી.એકટ 2000ની કલમ 67 અને ભારતીય ફોજદારી ધારા 1860 ની કલમ 228(ક) મુજબ કોઈપણ વ્યક્તિ કે જેની સામે કલમ 376,376 ક,ખ,ગ અથવા ધ હેઠળનો ગુનો કર્યા હોવાનું કહેવાતું હોય અથવા ગુનો થયો હોવાનું જણાય તેવી વ્યક્તિનું નામ અથવા તેની ઓળખ જાહેર કરે તેવું કંઈપણ છાપે કે પ્રસિધ્ધ કરે તે ગુનો બને છે.તથા નામદાર સુપ્રીમ કોર્ટની wirit petition (CRL) No 68 of 2016 youth bar association of india petitioner(s) versus Union of India and others september 07,2016 ના ચુકાદાના પેરા 12(d) મુજબ આ પ્રકારના ગુનાઓની fir પ્રસિધ્ધ કરવા બદલ પ્રતિબંધ હોય જેથી નામદાર કોર્ટના હુકમનો અનાદર થયો ગણાય છે.
આ ગંભીર બાબતે જ્ઞાતિ નિર્મૂલન સમિતિ એ રાજ્ય પોલીસવડા ને તા17/08/2018 ના રોજ ઈમેલ કરી વિષયની ગંભીરતા સમજાવી છે.હવે રાજ્ય પોલીસવડા આ FIR હટાવે છે કે નહિ ? બેદરકારી દાખવતા અધિકારી પર કાર્યવાહી કરે છે કે નહીં ? રાજ્ય સરકાર આ બાબતે શુ પગલાં લે છે ? નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ન માનતા fir.gujarat.gov.in વેબ પોર્ટલ પર કોર્ટ ઓફ કન્ટેમ થશે કે નહીં ?
please send me your number so I will give some story 9909931560
M.8469276091