SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
આંગણવાડીના મકાનો ગેરકાયદેસર વેચી મારતી ચૌધરી વાસણા ગ્રામ પંચાયત
ગુજરાતના ૧૮ હજાર ગામડાઓમાં ગ્રામીણ સંસ્કૃતિ આજે પણ જીવંત છે.ગ્રામનું સંચાલન કરવા માટે ગ્રામ પંચાયતો પોતાના પ્રતિનિધિને ચૂંટે છે.પરંતુ જ્યારે આ ચૂંટાયેલા પ્રતિનિધિ ગામડાની ભોળી જનતા સાથે છેતરપિંડી કરે,સાચી માહિતી છુપાવે,જમીનો પર ગેરકાયદેસર ભોગવટો કરી લે છે.ત્યારે કોઈક વિરલો આ સમસ્યા પર પોતાની જાનની બાજી લગાવી આગળ આવતા હોય છે.
વાત ગુજરાતના પાટનગર એવો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ ચૌધરી વાસણા ગામની ગ્રામ પંચાયતની છે.આ ગામમાં આંગણવાડી કેન્દ્ર ૧ અને કેન્દ્ર ૨ આવેલા હતા.જ્યાં ગામના નાના નાના બાળકો માટે સરકારી સુવિધાઓ હતી.આ આંગણવાડીને વર્ષ ૧૯૯૪-૯૫ અને કેન્દ્ર ૨ ને વર્ષ૧૯૯૮-૯૯ માં અનુદાન આપી ૧૦૦,૦૦૦/ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગાંધીનગરના ફંડમાંથી બાંધવામાં આવ્યું હતું.તેમજ આઈ.સી.ડી.એસ ની યોજના હેઠળ કેન્દ્ર ૧ નું રીપેરીંગ માટે ૭૧૮૫૦ અને કેન્દ્ર ૨ માટે ૬૭૨૦૦ ફાળવવામાં આવ્યા હતા.
આ કાર્યરત આંગણવાડીના મકાનો ને ચૌધરી વાસણાની ગ્રામ પંચાયતે તા ૩/૬/૨૦૧૫ ના ઠરાવ ન ૮ થી ગેરકાયદેસર રીતે વેચી મારવામાં આવી છે.આ સઘળી વિગતો ને બહાર લાવવા માટે RTI એક્ટિવિસ્ટ પસાભાઈ પરમારે( 9428505230 ) ખૂબ જંગ કરવો પડ્યો છે.પસાભાઈ પરમાર દ્વારા આ બાબતને જિલ્લા વિકાસ અધિકારીથી લઈ મુખ્યમંત્રી સુધી ફરિયાદો છતાં પરિણામ શૂન્ય આવ્યું છે.ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા જો આવાજ કામો થતા હશે તો ગુજરાતના ૧૮ હજાર ગામડાઓની શુ હાલત હશે..