રાજ્યમાં ઠંડીનો ચમકારો આજે પણ યથાવત રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જિલ્લામાં 16 ડીગ્રીથી નિચેનું તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વધી શકે છે.
જોકે જાગૃત નાગરીકોએ ઠંડી સામે રક્ષણ મેળવવા મોર્નિગ વોક, પ્રણાયામ સહિત યોગ શરૂ કરી નાખ્યા છે. આ ઉપરાંત રાજ્યના નાગરીકોએ ઠંડીથી બચવા ગરમ કપડાનો પણ સહારો લઈ લીધો છે.
ઉલ્લેખનીય છે કે, ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે અમદાવાદવાસીઓ વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળે છે. તો બીજી બાજુ હવે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ યોગ હોય છે ત્યારે હવે ઠંડીમાં લોકો યોગ કરી મોસમની મજા લઇ રહ્યા છે. શિયાળાની ઋતુમાં કસરત અને યોગ કરવાએ હેલ્થ માટે ખુબ ફાયદાકારક હોય છે.
ત્યારે હવે અમદાવાદીઓ સ્વાથ્યને સારું રાખવા હવે શિયાળામાં યોગ કરતા ગાર્ડનમાં જોવા મળે છે હવે મોડી રાતથી જ ઠંડીનો વર્તારો શરૂ થતા લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે. શહેરમાં તાપમાનો પારો ગગડતા હવે શિયાળાની શરૂઆત થઇ છે.