અમદાવાદ મા નરોડા રોડ, વિજયમીલ નેરિયા પાસે ભૈરવસિંગ શેખાવત ઔડા ના આવાસ યોજનાના મકાનો આવેલા છે, જ્યાં કોઈ પણ પ્રકારના લોકડાઉન નું પાલન કરવામાં આવતુ નથી, અને ખુલ્લેઆમ દેશી દારૂ , તમ્બાકુ,ગુટખા, નું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકો ની ભીડ જમા થાય છે, અને કોરોના ફેલાવાની ખુબ સંભાવનાઓ રહેલીછે, ત્યાંના સ્થાનિક વ્યક્તિ દીપકભાઈ દ્વારા તારીખ ૧ એપ્રિલ ના રોજ પોલીસ કેન્ટ્રોલ રૂમ ૧૦૦ નંબર પર કોલ કરી જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈપણ એકશન લેવામાં નહોતું આવ્યું, વધુ મા જણાવે છે કે, ૧૦ દિવસ બાદ જે જગ્યા એ દેશી દારૂ વહેંચાતો હતો તેની ઉપર ના મકાન મા કોરોના કેસ મળી આવ્યો હતો, તેમજ બીજા નવ લોકો ને કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા, જો પોલીસ સમય સર એકશન મા આવી હોત, તો આ મહામારી ને રોકી શકી હોત, પરિસ્થિતિ થી કંટાળી ત્યાંના જાગૃત નાગરિક દિનેશભાઇ ચૌહાણ દ્વારાતારીખ ૨૩ એપ્રિલ ના રોજ રાજ્યના પોલીસ વડા, અમદાવાદ શહેર પોલીસ મિશ્નર,મ્યુનિસિપલ કમિશ્નર, સુધી લેખિત તેમજ ઈમેલ દ્વારા ફોટો તેમજ વિડિઓ સાથે ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં તેઓએ શહેરકોટડા પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેક્ટર વી.ડી વાળા, અને સબ ઇન્સ્પેક્ટર જેબલીયા ની સાંઠગાંઠ થી આ ન્યુસન્સ ચાલી રહેલ હોવાનું જણાવ્યું હતું, અને તેમના સામે સખત કાર્યવાહી કરવા અપીલ કરી હતી. તેઓની ફરિયાદ ના આજે ૧૫ દિવસ થયા હોવા છતાં પોલીસ અધિકારી સામે કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા, અને આજ થી અમદાવાદ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું હોવા છતાં આવાસ મા પરિસ્થિતિ એની એજ જોવા મળે છે, લોકોના ટોળા, પત્તા રમવા, શાકભાજી નું વેચાણ, જેવી પ્રવૃત્તિ યથાવત છે.